Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયર સહિતની અધુરી સુવિધાના પગલે
જામનગર તા. ૩૦ઃ રાજકોટની ઘટના પછી સતર્ક થયેલ રાજ્ય સરકારે કડક સૂચનાઓ આપતા વિવિધ વિભાગો સતર્ક બન્યા છે. ધ્રોળમાં એક ગેમઝોન બંધ કરાવાયું છે, જ્યારે સરકારી હોસ્પિટલ સહિત ધ્રોળની છ હોસ્પિટલને જરૂરી પૂર્તતા કરવા નોટીસ પાઠવવામાં આવી છે.
રાજ્યમાં તમામ ગેમઝોનમાં તપાસ માટેના ઉપરથી આદેશો છૂટ્યા પછી સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. ધ્રોળમાં ફાયર વિભાગના અધિકારી એમ.ડી. પરમારે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. ધ્રોળમાં આશીર્વાદ હોટલમાં ચાલતા ગેમઝોનમાં તપાસ કરતા ફાયરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નહીં હોવાનું જણાતા આ ગેમઝોન બંધ કરાવી સીલ મારી દેવામાં આવ્યું હતું, અને લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પુનઃ ખોલવાની મંજુરી આપવામાં આવશે. આ ઉપરાંત ધ્રોળની સરકારી સહિત કુલ છ હોસ્પિટલોને જરૂરી પૂર્તતા કરવા નોટીસ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial