Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧પ૦ થી વધુ હોટલ, હોસ્પિટલને જરૂરી પૂર્તતા કરવા નોટીસ

આજે શાળા-કોલેજ, ટ્યુશન ક્લાસમાં ફાયરનું ચેકીંગઃ

જામનગર તા. ૩૦ઃ રાજકોટમાં ગેમઝોનમાં થયેલી ઘટના પછી સજાગ થયેલા સરકારી તંત્રએ વિવિધ મુદ્દે ચેકીંગનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગરના તમામ રેસ્ટોરન્ટ, મોલ, સિનેમાહોલ, હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

જ્યારે આજે ફાયર વિભાગની ટીમ સ્કૂલો, ટ્યુશન ક્લાસમાં તપાસ માટે પહોંચી છે. આશરે ૧પ૦ થી વધુ હોસ્પિટલ, રેસ્ટોરન્ટને જરૂરી પૂર્તતા કરવા નોટીસ આપવામાં આવી છે.

જામનગર મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચના મુજબ અલગ-અલગ ટીમો બનાવ શહેરના રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, સ્કૂલ, ટ્યુશન ક્લાસમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

બે દિવસમાં ૧પ૦થી વધુ રેસ્ટોરન્ટ અને હોસ્પિટલના સંચાલકોને નોટીસ આપવામાં આવી છે, અને જરૂરી પૂર્તતા કરવા સૂચના આપવામાં આવી છે.

આજે ફાયર વિભાગની ટૂકડી ખાનગી સ્કૂલો તેમજ ટ્યુશન ક્લાસમાં ફાયર સુવિધા અંગેની તપાસ માટે મોકલી છે. જેનો સાંજે રિપોર્ટ મળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh