Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ૪૮ કલાકમાં તાપમાન ૧.૫ ડિગ્રી વધ્યું
જામનગર તા. ૩૦ઃ જામનગરમાં આજે સવારે ૫ૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે જનતા ગરમીથી આકુળ-વ્યાકુળ થઈ ત્રાહીમામ પોકારી ઉઠી હતી. જામનગરમાં તાપમાનમાં વધારો થવાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧.૫ ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૮.૫ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનનો પારો ૩૯ ડિગ્રી નજીક પહોંચી જતા નગરજનોએ ગઈકાલે બપોરે આકારા તાપની અનુભૂતિ કરી હતી. અસહ્ય ગરમીથી આકુળ-વ્યાકુળ થઈ પ્રજાજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતાં. નગરમાં ગુરૂવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન નહીંવત ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૨૯.૪ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૩૫ થી ૪૦ કિમીની રહેવા પામી હતી. તેજીલા પવનના પગલે સાંજથી ધીમે-ધીમે ગરમી ઘટવા લાગી હતી. રાત્રે વાતાવરણમાં ઠંડક રહેતા લોકોએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial