Advertisement
Author: નોબત સમાચાર

ઓખામાં ઊંઘમાં હૃદયરોગનો હુમલો આવી જતાં પરપ્રાંતિયનું થયંુ મૃત્યુ

ટંકારિયા ગામના વૃદ્ધને હાર્ટએટેકનો હુમલોઃ

જામનગર તા. ૩૦ઃ ઓખામાં વસવાટ કરતા અને ફોરમેન તરીકે કામ કરતા પરપ્રાંતિય યુવકનું ઉંઘની હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. જયારે કલ્યાણપુરના ટંકારીયા ગામમાં એક વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. દ્વારકા જિલ્લામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાના બનાવો વચ્ચે વધુ બે બનાવ નોંધાવા પામ્યા છે.

ઓખાની મુખ્ય બજારમાં આવેલી બીઓબી પાસે વસવાટ કરતા મૂળ મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લાના ભીમનગરના વતની અને ફોરમેન તરીકે નોકરી કરતા અજયગીરી ભગેલુગીરી (ઉ.વ.૩૭) નામના પરપ્રાંતિય યુવાન ગઈ તા.૨૮ની રાત્રે પોતાના રહેણાંકમાં જમ્યા પછી બાલ્કનીમાં નિદ્રાધીન થયા હતા. તેઓ ગઈકાલે સવારે દસ વાગ્યા સુધી નહીં ઉઠતા તેઓની સાથે જ રહેતા ઉત્તર પ્રદેશના વતની રાજારામ મનીરાજ ગૌતમે સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા.

આ યુવાનને ઉંઘની હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. રાજા રામે પોલીસને જાણ કરી છે.

કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં રહેતા રામાભાઈ ભીમશીભાઈ જાદવ (ઉ.વ.૬૨) નામના કોળી વૃદ્ધને મંગળવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જણાવ્યું છે. મૃતકના પુત્ર હિતેશભાઈ જાદવે પોલીસને વાકેફ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh