Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વચ્ચે પડનાર કાકાજીને પણ ધોકાવી નખાયાઃ
જામનગર તા. ૩૦ઃ જામનગરની ડિફેન્સ કોલોનીમાં રહેતા એક ક્રિશ્ચિયન યુવતીએ પ્રેમલગ્ન કર્યા પછી છૂટાછેડા મેળવવા અદાલતમાં અરજી કરી હતી. તેના કારણે ઉશ્કેરાયેલા તેણીના પતિ અને અન્ય એક શખ્સે તે યુવતીના પિતા અને કાકા પર લાકડી-પાઈપથી હુમલો કરી પિતાના હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યું છે. પોલીસે બંને હુમલાખોર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ નજીક આવેલી ડિફેન્સ કોલોનીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા રોકસન રાઘવનભાઈ પીલ્લે (ઉ.વ.૫૫)ની પુત્રીએ થોડા વખત પહેલાં ગુલાબનગરમાં રહેતા કિશોરસિંહ જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી બંને વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં રોક્સન પીલ્લેની પુત્રીએ છૂટાછેટાનો નિર્ણય કર્યાે હતો.
તે પછી આ યુવતીએ અદાલતમાં છૂટાછેડા મેળવવા અરજી કરી હતી. તેથી કિશોરસિંહ ઉશ્કેરાયો હતો. તે દરમિયાન મંગળવારે સવારે છએક વાગ્યે પાઈપ તથા લાકડી સાથે કિશોરસિંહ અને મિલન જાદવ નામના શખ્સો રોક્સનભાઈના ઘેર ધસી આવ્યા હતા. આ શખ્સોએ ઘરમાં ઘૂસી ગાળો ભાંડ્યા પછી રોકસન પર હલ્લો કર્યાે હતો.
આ શખ્સે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેવા ધમકી આપવા ઉપરાંત રોકસન પર હુમલો કરતા તેઓના હાથનું કાંડુ ભાંગી ગયું છે. આ વેળાએ રોકસનના ભાઈ ડેસ્ટ્રો બચાવવા માટે વચ્ચે પડતા તેઓને પણ જમાઈ કિશોરસિંહ તથા મિલને માર માર્યાે હતો. આ બાબતની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોક્સને ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial