Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથી જૂને મતગણતરી હોવાથી
જામનગર તા. ૩૦ઃ તા. ૪ જૂનના હરિયા કોલેજમાં લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ટ્રાફિક તથા કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું છે કે, ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢિયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે તા. ૪-૬-ર૦ર૪ ના હરિયા કોલેજ, જામનગરના બિલ્ડીંગમાં મતગણતરી યોજાનાર છે. સદરહુ કામગીરી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે માટે ગોકુલનગર, આશાપુરા સર્કલથી સાંઢિયા પુલ સુધીના માર્ગ પર તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે મુજબ તા. ૪-૬-ર૦ર૪ ના સવારના ૬ કલાકથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગોકુલનગર આશાપુરા સર્કલથી સાંઢિયા પુલ સુધીના માર્ગ પર તત્કાલિન વાહનવ્યવહાર બંધ રહેશે. આ સમય દરમિયાન વૈકલ્પિક માર્ગ તરીકે આશાપુરા સર્કલથી સમર્પણ સર્કલ-ખંભાળિયા બાયપાસ-સાંઢિયા પુલ તરફના રસ્તાનો આવન-જાવન માટે ઉપયોગ કરી શકાશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે ફરજમાં રોકાયેલા તમામ વાહનો, ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ તથા ફાયર સર્વિસને તેમજ ચૂંટણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મંજુરી આપવામાં આવેલ હોય તેવા વાહનોને મુક્તિ આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial