Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ સ્થળે યોજાયેલા સમર કેમ્પના બેસ્ટ પરફોમન્સ માટે શીલ્ડ એનાયત કરાયા

જામનગરમાં યોગ સમર કેમ્પનું સમાપન

જામનગર તા. ૩૦ઃ જામનગરમાં સૌરાષ્ટ્ર ઝોન યોગ કો.ઓર્ડીનેટર પ્રિતીબેન શુકલના માર્ગદર્શન હેઠળ મહિલા કોલેજ, એમ્યુઝમેન્ટ પાર્ક તથા મોહનનગર, ગુલાબનગરમાં ત્રણ સ્થળે સમર કેમ્પો યોજાયા હતાં.

જેમાં દસ દિવસના સમર કેમ્પમાં બેસ્ટ પરફોમન્સ કરનારા ત્રણ-ત્રણ બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

જેમાં એમ્યુઝમેન્ટપાર્કના કેમ્પમાં દેવ કાનાણી, વૃષ્ટિ સોજીત્રા, જય નાંઢા, મોહનનગરના કેમ્પમાં પુષ્ટિ મર્થક, હિરવા ડાંગર, પ્રિયલ વસોયા તથા મહિલા કોલેજના કેમ્પમાં યશસ્વી પંડ્યા, ધ્રુવી દતાણી, દિવ્યા રાયઠઠ્ઠાને પ્રિતીબેન શુકલ, ઉપપ્રમુખ ચેતનભાઈ મોનાણી, જોઈન્ટ સેક્રેટરી જયદીપ અગ્રાવત, સભ્ય નિતેશ મકવાણા દ્વારા શિલ્ડ એનાયત કરાયા હતાં.

આ કેમ્પોમાં દિપ્તીબેન પંડ્યા, અલ્પાબેન મશરૂ, હાર્દિકા દેસાઈ, સોનલ ચૌહાણ, રંજન ગજેરા, ઉષા ગાંધી, દક્ષાબેન અગ્રાવત, કિરણબેન પંડ્યા, સોનલ માકડીયાએ સંચાલકો તરીકે જવાબદારી સંભાળી હતી.

સંચાલક-સહસંચાલકને વૃંદાવન જવેલર્સવાળા કિરીટભાઈ, પ્રમોદભાઈ, પંકજભાઈ તરફથી ગીફટ વાઉચર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.

આ સમર કેમ્પ દ્વારા બાળકોમાં વહેલા ઉઠવાની આદત, યોગ કરવા, પૂજા આરતી કરવા, ગીતાજીના શ્લોકનું પઠન, મોબાઈલની સાઈડ ઈફેક્ટ શું થાય, ટીવી થી દૂર રહેવું, મેદાનની રમત રમવી, પોષ્ટિક નાસ્તો, ભોજન લેવાની ટ્રેનિંગ આપવામાં આવેલ અને ૩પ૦ બાળકોને સંસ્કારનું સિંચન કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh