Advertisement
Author: નોબત સમાચાર

બેહના સરપંચની અનોખી ગ્રામસેવા: પોતાના ખેતરમાં પિયતના બદલે ગામને કર્યું જળ વિતરણ!

પાણીનો સ્થાનિક સ્ત્રોત બંધ થતા ૧૦-૧પ દિવસે પાણી મળતું હોવાથી

ખંભાળીયા તા. ૩૦ ઃ રાજકારણમાં નેતાઓ સ્વાર્થી તથા પોતાનું ઘર ભરવાના દૃષ્ટાતો જાહેરમાં દેખાતા હોય છે, ત્યારે ખંભાળીયા તાલુકાના બેહ ગામના સરપંચ નેતાએ અનુકરણીય કાર્ય કરી દેખાડતા પ્રશંસાપાત્ર બન્યું છે.

હાલ ઉનાળામાં ગ્રામ્ય પંથકમાં પાણીની સ્થિતિ રોજ બગડતી જાય છે. જળસ્ત્રોતો સ્થાનિક ખાલી ઓવા પાણી તળિયે ખલાસ જેવી સ્થિતિમાં છે. નર્મદાના પાણી લાઈન ફોલ્ટ, વીજ ફોલ્ટમાં લાઈનો બંધ રહેતા પાણીની તકલીફ થાય છે. જ્યારે ખંભાળીયા તાલુકામાં ચાર હજારની વસતિવાળા બેહ ગામમાં પાણીનો સ્ત્રોત સ્થાનિક બંધ થતાં માત્ર નર્મદા પર આધારીત થતા ૧૦/૧પ દિવસે એક વખત પાણી વિતરણ થવાની સ્થિતિ ઉભી થઈ છે. ગામના યુવા સરપંચ પ્રવિણભાઈ મોમૈયાભાઈ ગઢવીએ ગામથી ચાર કિ.મી. દૂર આવેલા તેમના ખેતરમાં ઉનાળુ પાકના પિયતને બદલે પોતાના બોરકૂવામાંથી છેક ગામ સુધી પીવાનું પાણી મોકલવાની વ્યવસ્થા હાથ ધરતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાય છે.

બેહ ગામમાં જુંગીવાળાનું વાછરાડાડાનું તીર્થધામ પણ આવેલું હોય, યાત્રિકો ભાવિકો પણ આવતા હોય, ગામમાં ગૌશાળા તથા પશુઓને પણ પાણીની જરૂરિયાત હોય નર્મદાના જળ ઉપરાંત પ્રવિણભાઈના ખેતરના બોર કૂવાના પાણીથી ગામને વધારાનું પાણી મળતું થયું છે.

બેહ ગામના અગ્રણી જંુગીવાળા યાત્રાધામના મે.ટ્રસ્ટી વેરશીભાઈ માયાણી, પત્રકાર પરબતભાઈ ગઢવીએ આ સ્તુત્ય કાર્યને બિરદાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh