Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦ઃ ખંભાળિયાના નાગડા ગામના મહિલા સરપંચ તથા તેમના પુત્રએ સિંહણ ડેમના પટમાંથી માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા આસામી પાસેથી રૂ. ૧ લાખ ૧૦ હજારની લાંચની માગણી કર્યા પછી છટકુ ગોઠવાયું હતું અને માતા-પુત્રની ધરપકડ કરાઈ હતી. તે બંનેને અદાલતે એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે.
ખંભાળિયા તાલુકાના નાગડા ગામમાં સિંહણ નદીના પટમાંથી માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા એક આસામી પાસેથી હેરાનગતિ નહીં કરવાના બહાના હેઠળ નાગડા ગામના મહિલા સરપંચ લાખીબાઈ મેરામણભાઈ ગુજરીયા તથા તેમના પુત્ર ફુલા ઉર્ફે ફુલસુર મેરામણભાઈએ રૂ. ૧ લાખ ૧૦ હજારની લાંચ માગ્યાની એસીબીમાં ફરિયાદ કરાઈ હતી.
તે ફરિયાદના અનુસંધાને મંગળવારે આરાધનાધામ પાસે છટકુ ગોઠવી એસીબી ટીમે ફુલસુરને રૂ. ૧ લાખ ૧૦ હજાર રોકડા સ્વીકારતા રંગેહાથ પકડી પાડ્યા પછી બંને માતા-પુત્રની ધરપકડ કરી લીધી હતી. બંને સામે વિધિવત ફરિયાદ નોંધાયા પછી ગઈકાલે સાંજે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.
તપાસનીશ એસીબી અધિકારીની તેમજ સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial