Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ હોટલની બનાવી નાખી નકલી વેબસાઈટઃ
જામનગર તા. ૩૦ઃ દ્વારકામાં આવેલી કેટલીક હોટલોની ભળતી વેબસાઈટ બનાવી તેના પરથી યાત્રાળુઓને બુકીંગના નામે છેતરી લેતી ટોળકી હરકતમાં હોવાની ફરિયાદ પછી દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસે એક હોટલ સાથે છેતરપિંડી કરનાર દિલ્હીના શખ્સને દબોચી લીધો છે. તેણે ૩૦ જેટલી હોટલોની નકલી વેબસાઈટ અને ૪૦ ફેક એડ બનાવ્યાનું ખૂલ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં આવેલા જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરે સમગ્ર દેશમાંથી સેંકડો ભાવિકો દર્શનાર્થે આવતા રહે છે. તેઓ દ્વારકામાં સરળતાથી ઉતારો મળી રહે તે માટે ઈન્ટરનેટ પર સર્ચ કરી દ્વારકાની જુદી જુદી હોટલોમાં બુકીંગ કરાવતા હોય છે. યાત્રાળુઓના આ વલણનો લાભ લેવા માટે કેટલાક લેભાગુ તત્વો ઈન્ટરનેટ પર સક્રિય બની છેતરપિંડી કરતા હોય છે.
આવી રીતે હોટલમાં ઉતરવા માટે જે યાત્રાળુઓ પૂરતી તકેદારી રાખ્યા વગર જ ઈન્ટરનેટના માધ્યમથી બુકીંગ કરાવી લેતા હોય તેઓને આવા તત્ત્વો આસાનીથી છેતરતા હોય છે. જેમાં કેટલીક હોટલોના નામ જેવા જ ભળતા નામ રાખી હોટલોના રૂમ અને બાકીની સવલતો ઈન્ટરનેટ પર બતાવી છેતરપિંડી કરાતી હોવાની બુમ ઉઠી હતી. દ્વારકામાં જીંજર હોટલ સાથે પણ આવી જ રીતે છેતરપિંડી થઈ હતી.
તે હોટલમાં બુકીંગ મેળવનાર આસામી જ્યારે દ્વારકા આવે ત્યારે તેઓને તેમનું બુકીંગ ન હોવાનું જાણવા મળતું અને તેથી યાત્રાળુઓ ભારે પરેશાની ભોગવતા હતા. આ બાબતની દ્વારકા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ તથા સ્ટાફે મૂળ સુધી જઈ આ હોટલ સાથે છેતરપિંડી કરનાર નવી દિલ્હીના આઝાદપુરના કેવલ પાર્કમાં રહેતા રોનિત અજીતકુમાર સિંઘ નામના શખ્સના સગડ શોધી કાઢ્યા હતા.
આ શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. તેણે ૩૦થી વધુ જુદી જુદી હોટલ, રિસોર્ટના બુકીંગ માટેની ફેક વેબસાઈટ બનાવી હતી. તે વેબસાઈટ અન્ય શખ્સોને રૂ. ૬થી રૂ. ૭ હજાર સુધી વળતર મેળવી આપી દેતો હતો. તેણે અત્યાર સુધીમાં ૪૦ જેટલી ફેક એડ પણ બનાવી આપી હતી અને તે માટે પણ પૈસા લીધા હતા. આ શખ્સને દેવભૂમિ દ્વારકા ખસેડવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial