Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોડસેની વિચારધારાથી પ્રભાવિત લોકો આવું જ બોલેઃ કોંગ્રેસ
નવી દિલ્હી તા. ૩૦ઃ ગાંધીજીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રશંસાની સાથે સાથે તેઓને પ્રારંભમાં વિશ્વમાં બહું કોઈ ઓળખતું નહોતું, પરંતુ 'ગાંધી' ફિલ્મ થકી વૈશ્વિક ઓળખાણ મળી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન કર્યું અને તેની કોંગ્રેસે ટીકા કરી, તે પ્રકારના અહેવાલો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યા છે.
મીડિયા-અખબારી અહેવાલો મુજબ એક ઈન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના વિવિધ મુદ્દે વાતચીત કરી, ત્યારે એવું કહ્યું કે, બ્રિટિશના ફિલ્મ નિર્માતા રિચાર્ડ એટનબરોએ ગાંધી ફિલ્મનું નિર્માણ કર્યું, તે પહેલા મહાન વિભૂતિ ગાંધીજી વિશ્વમાં ખાસ જાણીતા નહોતા. તેમણે કહ્યું હતું કે, ગાંધીજી જેવા મહાન નેતા અંગે વિશ્વ જાણે, તે જોવાની જવાબદારી આપણા રાજનેતાઓની હતી, પરંતુ તે નિભાવી હતી એક ફિલ્મ ડાયરેક્ટરે!
તેઓએ એવો દાવો કર્યો કે રિચાર્ડ એટનબરો નિર્મિત 'ગાંધી' ફિલ્મ જોયા પછી જ સમગ્ર વિશ્વે ગાંધીના આદર્શો, સિદ્ધાંતોને વિસ્તુત રીતે જાણ્યા હતાં અને મહાત્મા ગાંધીથી વિશ્વ પ્રભાવિત થયું હતું. જો ભારતે (તે સમયના નેતાઓ) નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા હોત તો માર્ટીન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલાની જેમ પહેલેથી જ વિશ્વવિખ્યાત થયા હોત.
વડાપ્રધાને એવો દાવો કર્યો કે મહાત્મા ગાંધી પાસે દેશની ઘણી સમસ્યાઓનો ઉકેલ હતો. આ સંદર્ભે મોદીને દાંડીકૂચને સાંકળીને સાબરમતી આશ્રમના રિડવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે છેલ્લા દસ વર્ષમાં ડો. બી.આર. આંબેડકરના તીર્થસ્થાનો ઊભા કર્યા હોવાનો દાવો પણ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, વર્ષ ૧૯૮ર માં રિચાર્ડ એટનબરો દ્વારા દિગ્દર્શિત અને બેન કિંગ્સ્લે દ્વારા ગાંધીજીની ભૂમિકા ધરાવતી 'ગાંધી' ફિલ્મે તે વર્ષે આઠ ઓસ્કાર એવોર્ડ જીત્યા હતાં.
આ પછી કોંગ્રેસે મોદીની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આ પ્રકારનો ખોટો પ્રચાર કરનારાઓને રસ્તો બતાવી દેવાનો સમય આવી ગયો છે. મોદી જે વિચારધારામાંથી આવ્યા છે તેઓએ જ ગાંધીજીને ગોળી મારી હતી. કોંગ્રેસે આ રીતે ગોડસે તરફ ઈશારો કરતા કહ્યું કે ગોડસેની વિચારધારા ધરાવતા લોકો આવું જ બોલે, અમારે ગોડસેભક્તો પાસેથી ગાંધીજી અંગે જાણવાની જરૂર નથી. વગેરે...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial