Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય મામલતદારની કાર્યવાહી
જામનગર તા. ૯: જામનગર (ગ્રામ્ય) મામલતદારે દરેડ વિસ્તારના એક ગોડાઉન ઉપર દરોડો પાડી ઘઉં- ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો. અને પૂરવઠા વિભાગે આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જામનગર ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારે પૂર્વ બાતમીના આધારે દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો.
આ સમયે ગોડાઉનમાં ઘઉં-ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આમ અધિકારીઓ દ્વારા રૂ. ૩ લાખથી વધુ કિંમતનો ઘઉં-ચોખાનો સરકારી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને ગોડાઉન પણ સીલ કર્યુ હતું.
આ અંગેનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને સુપ્રત કરવામાં આવ્યો અને તેમણે વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial