Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રવધૂને શોધતી વેળા ટેન્શન વધી જતાં ભર્યું પગલું:
જામનગર તા.૯ : જામનગરના સરમત ગામના વાડી વિસ્તારમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક પ્રૌઢે મંગળવારે ઝેરી દવા પી લીધા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. આ પ્રૌઢના પુત્રવધૂ મંગળવારે ક્યાંય જોવા ન મળતા કરાતી શોધખોળ વચ્ચે ટેન્શનના કારણે આ પ્રૌઢે દવા પી લીધાનું પોલીસ સમક્ષના નિવેદનમાં ખૂલ્યું છે.
જામનગર-ખંભાળિયા રોડ પર સરમત ગામના વાડી વિસ્તારમાં આવેલા બહાદુર સિંહ મુળૂભાના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાકડબારી ગામના વતની રાજુભાઈ રત્નાભાઈ ડામોર (ઉ.વ.૪૫) નામના શ્રમિકે મંગળવારે સાંજે કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ યુવાનના મ્હોં પર ફીણ આવી જતા અને બેભાન બનીને ઢળી પડતા ૧૦૮ મારફત જામનગરની જી.જી. હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની કમીલાબેન ડામોરે પોલીસને જાણ કરી છે.
તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ રાજુભાઈના પુત્ર ઈસુની પત્ની લક્ષ્મી મંગળવારે ક્યાંય જોવા ન મળતા તેણીની શોધ કરાતી હતી. તે દરમિયાન ટેન્શન અનુભવી રહેલા આ મહિલાના સસરા રાજુભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial