Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ શાળાઓમાં આચાર્યની પસંદગી પછી તરત જ નિમણૂક ઓર્ડર અપાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આચાર્યોની ભરતી પ્રક્રિયા

ખંભાળિયા તા. ૦૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓમાં એકાદ હજાર જેટલા આચાર્યોની ભરતી કાર્યવાહી શરૂ થઈ જેમાં શાળા પસંદગી અને મેરીટ લિસ્ટ પછી જિલ્લા શિક્ષણાધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા મંડળ સાથે સંકલન કરીને સમગ્ર રાજયમાં ફાળવેલ તારીખોમાં ઈન્ટરવ્યૂ કાર્યવાહી શરૂ થઈ હતી.  દ્વારકા જિલ્લામાં પ્રથમ દિવસે આચાર્ય ભરતીમાં ચાર શાળાઓના ઈન્ટરવ્યૂમાં ઓખા, બેટ, રાવલ સહિતની શાળાઓમાં દર્શાવેલા એક પણ ઉમેદવાર હાજર રહ્યા ન હતાં. ત્યારપછી આ પ્રક્રીયામાં ખંભાળિયાની શિવમ તથા કલ્યાણપુરના ખાખરડાની શાળામાં આચાર્ય પસંદ થયા હતા. દ્વારકા જિલ્લાના વરવાળામાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા પર બાબરા તાલુકાના આચાર્ય સુજીતકુમાર ત્રિવેદી ત્યાંથી આચાર્યની નોકરી છોડી અહીં આવ્યા હતા. જેમને તુરત જ નિયુકત હુકમ જિ.શિ. ડો. હર્ષવર્ધનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શાળા ટ્રસ્ટી જયંતિલાલ બાંભણિયા દ્વારા અપાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh