Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધીણકી ગામે ઐતિહાસિક ધરોહર સમાન
દ્વારકા તા. ૯: દ્વારકા તાલુકોએ યાત્રાધામ અને શહેરી વિસ્તાર ઉપરાંત બેતાલીસ ગામડાઓ ધરાવતો હોય ઓખામંડળ પંથકમાં અને જૂના ગાયકવાડ શાસન વખતના અનેક ઐતિહાસિક ધરોહર આજે પણ જોવા મળે છે. એવા જ એક ઐતિહાસિક ધરોહર સમો દ્વારકાના ધીણકી ગામે પૌરાણિક દરવાજો આવેલ છે. આ દરવાજો વર્તમાનમાં જાળવણીના અભાવે હાલ જીર્ણ હાલતમાં હોય આ જર્જરિત બની રહેલી ધરોહર ગ્રામજનોનો મુખ્ય રસ્તો હોય તેની જાળવણીની તાતી જરૂરિયાત હોય આ અંગે ધીણકી ગામના જાગૃત નાગરિક તથા દ્વારકા તાલુકાના બજરંગ દળના અધ્યક્ષ સનીભા સુમણીયા દ્વારા રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાને આ જર્જરિત બનેલ ઐતિહાસિક ધરોહર અંગે લેખીત રજૂઆતમાં જણાવ્યાનુસાર આ ધરોહરની જર્જરિત હાલત અંગે વખતો-વખત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં મૌખિક તેમજ લેખીત રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નકકર કાર્યવાહી થયેલ નથી. આથી આ ધરોહરને સંરક્ષિત રાખવા પૌરાણિક વારસા સમાન દરવાજાને સરકાર દ્વારા અગ્રતા આપી દરવાજાનું સમારકામ તાત્કાલીક કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial