Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં યોજાનારા ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પોનું મુખ્યમંત્રી-કેન્દ્રીય મંત્રીને અપાયું આમંત્રણ

તા. ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી સુધી "બ્રાસ સિટી" દ્વારા

જામનગર તા. ૯: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની સ્થાપનાની ૭પ વર્ષની ઉજવણી પ્રસંગે આગામી તા. ૧૩ થી ૧૬-ફેબ્રુઆરી-ર૦રપ દરમિયાન એક્ઝિબીશન ગ્રાઉન્ડ, ન્યુ જામનગર સામે, જામનગર-દ્વારકા હાઈવે પર યોજાનાર છે. જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-ર૦રપ નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવાનું નિમંત્રણ આપવા માટે સંસ્થાના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરા તથા એકસ્પો ચેરમેન સંજયભાઈ ડોબરીયાએ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી એકસ્પોના સફળ આયોજન માટે સંસ્થાના પ્રતિનિધિ મંડળને શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાને જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-ર૦રપ ના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ આપવા માટે સંસ્થાના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરા તથા ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણીએ મંત્રીની મુલાકાત લીધી હતી. મનસુખભાઈ માંડવીયાએ એસોસિએશનની પ્રવૃત્તિને બિરદાવી એકસ્પોના સફળ આયોજન માટે તથા ઉતરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh