Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી કૃષિમંત્રીનું વર્ચ્યુઅલ ઉદ્બોધન
જામનગર તા. ૬: આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૧ મા પદવીદાન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતાં. તેમણે કહ્યું હતું કે, આણંદ કૃષિ યુન્રિવર્સિટીએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૨૧મો પદવીદાન સમારોહ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આણંદમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ જામનગર કલેક્ટર કચેરીથી વર્ચ્યુઅલી જોડાયા હતા.
આ પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ વિવિધ વિદ્યાશાખાના ૫૮૦ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા ૪૩ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. અને શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા અને શ્રેષ્ઠ વિસ્તરણકર્તાનું બહુમાન કર્યું હતું. તેમણે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે જામનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્બોધન કરતાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી અને ચંદ્રકો મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિક્ષિત યુવા તરીકેનું વિદ્યાર્થીઓનું પ્રદાન સમાજ અને દેશના સામાજિક વાતાવરણમાં પણ અવશ્ય પ્રતિબિંબિત થવું જોઈએ. પદવી મેળવીને સારી નોકરી મેળવવી કે કારકિર્દીનું ઘડતર કરવા સાથે યુવાનો સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું ઉત્તરદાયિત્વ પણ નિભાવે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતે બાયોટેકનોલોજી, આઈટી, સ્ટુડન્ટ સ્ટાર્ટ- અપ એન્ડ ઇનોવેશન સહિત ૧૧ જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે પ્રો-પીપલ ગવર્નન્સ, પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવે છે.
ભારત સરકારના સ્ટાર્ટ-અપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી દેશભર સતત પ્રથમ સ્થાને રહ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનું એએયુ ઇન્કયુબેશન સેન્ટર કૃષિ અને સંલગ્ન ક્ષેત્રના સ્ટાર્ટઅપ માટે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે, તેમ જણાવી કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ સુધીમાં 'વિકસિત ભારત'ની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે નાના અને મધ્યમ ઉદ્યોગોનું યોગદાન મહત્ત્વનું રહેશે. આ સંસ્થાએ ગુજરાત અને રાષ્ટ્રના કૃષિ વિકાસ અને સંશોધનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
તેમણે ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ વડાપ્રધાનની દૂરદર્શિતાનું પરિણામ છે, તેમ જણાવી ઉમેર્યું હતું કે, ઉત્તમ સિંચાઈ વ્યવસ્થાપન, સૂક્ષ્મ સિંચાઈ અને ભૂગર્ભજળ રિચાર્જ કરવા જેવી યોજનાઓએ ગુજરાતને પાણીદાર પ્રદેશ બનાવ્યો છે. કૃષિમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ સહિતની ટેકનોલોજીનો પ્રયોગ પ્રધાનમંત્રીની પ્રોત્સાહક નીતિનું પરિણામ છે.
તેમણે કહ્યું હતું કે, *વિના સહકાર નહિ ઉધ્ધાર*, *સૌનો સાથ સૌનો વિકાસ*ની સહકારિતાની ભાવના આપણા સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. *સહકારથી સમૃદ્ધિ*ના સૂત્ર સાથે સહકાર ક્ષેત્રે આગળ વધવાના કાર્ય મંત્ર સાથે સરકાર સહકારી ક્ષેત્રને વધુ સક્ષમ બનાવવા કાર્ય કરી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial