Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે વળતર તથા ખર્ચ ચૂકવાશેઃ
જામનગર તા.૯ : જામનગરના એક આસામીના વાહનને થયેલી નુકસાનીનું વળતર ચૂકવવામાં અખાડા કરતી વીમા કંપનીને વ્યાજ સાથે વળતર તેમજ ત્રાસ, ફરિયાદ ખર્ચ પણ ચૂકવવા ફોરમે હુકમ કર્યાે છે.
જામનગરના દિલીપ એમ. ચાંદ્રા નામના આસામીએ એચ ડીએફસી અગ્રો જનરલ ઈન્સ. કંપની પાસેથી તેમના વાહન માટે પોલિસી મેળવી હતી. તે પછી એક અકસ્માતમાં તેમના વાહનને નુકસાન થયું હતું.
અકસ્માત અંગે વીમા કંપનીને જાણ કરાતા નુકસાની અંગેની રકમ રૂ.૧ લાખ ૭૦ હજાર અંગે સોગંદનામુ આપશો એટલે વળતર ચૂકવાઈ જશે તે પછી રકમ ચૂકવવાના બદલે વીમા કંપનીએ ખોટા કારણો જણાવી ક્લેઈમ રદ્દ કર્યાે હતો. તેથી દિલીપભાઈ ચાંદ્રાએ વીમા કંપની વિરૂદ્ધ ગ્રાહક તકરાર નિવારણ કમીશનના અધ્યક્ષ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઈ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશને ફરિયાદ મંજૂર કરી રૂ.૧,૭૦,૦૦૦ બાર ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા તથા માનસિક ત્રાસનું વળતર તથા ફરિયાદ ખર્ચના રૂ.૧૦ હજાર અલગથી ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial