Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ બંધ કરાવવા કર્યું સૂચનઃ
ખંભાળિયા તા.૯ : રાજ્યના દરેક જિલ્લામાં યંત્રના નામે રમાડાતા જુગારને બંધ કરાવવા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ખંભાળિયાના બે વ્યક્તિએ આ બાબતની કરેલી રજૂઆત પરથી ગૃહમંત્રીની સૂચનાથી એસએમસીએ તે સૂચન જારી કર્યું છે.
ગુજરાત રાજ્યમાં યંત્રનો ઓનલાઈન જુગાર વ્યાપક પ્રમાણમાં ચાલતો હોય તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ચંદુ અરજણ રૂડાચ તથા કચ્છ-ભુજના પ્રકાશ ગોસ્વામીની રજૂઆતના પગલે ગૃહમંત્રીને કરવામાં આવેલી રજૂઆત પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજ્યના તમામ જિલ્લા પોલીસવડા તથા કમિશનરોને યંત્રના નામે ચાલતા જુગારધામો બંધ કરવા સૂચન કરવામાં આવ્યું છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ તથા ગૃહ વિભાગને બંને વ્યક્તિઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા ગુજરાતના ૨૦ જિલ્લામાં ૧૫થી ૧૭ કંપની દ્વારા વિવિધ માર્કેટીંગ તથા ઓનલાઈન કંપનીઓના નામથી યંત્ર પર જુગાર ચલાવીને પોલીસને લાખો રૂપિયાના હપ્તા આપી ભ્રષ્ટાચાર કરવા પ્રેરિત થઈને થતું હોવાનું જુગારમાંથી કમાતા પૈસાનો વિધર્મીઓની જગ્યામાં ઉપયોગ થતો હોવાનું અને અસામાજિક કાર્યમાં તેનો ઉપયોગ થતો હોય, નાના વર્ગના લોકો, ઝડપથી પૈસા કમાવવા માંગતા યુવાનો, શ્રમજીવીઓ બરબાદ થતાં હોય તથા કરોડોના જીએસટીના પણ કૌભાંડ ઓનલાઈન યંત્ર જુગારમાં થતાં હોવાથી તાકીદે તપાસ કરી પગલાં લેવા માંગ કરાઈ છે.
એક કંપની ૫૦-૫૦ લાખના મહિને વહીવટ ૨૦થી ૨૫ ઓફિસ ખોલીને કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ તમામ બાબતે પગલાં તેમજ તપાસ માટે રાજ્ય મોનીટરીંગ સેલ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial