Advertisement
Author: નોબત સમાચાર

નગરના કારખાનેદાર સાથે છેતરપિંડી આચરનાર ભેજાબાજની ધરપકડઃ રિમાન્ડની માંગ ફગાવાઈ

બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી અપાતી હોવાની ફેલાવી હતી આરોપીએ ચર્ચાઃ

જામનગર તા.૯ : જામનગરના એક કારખાનેદારે પોતાની પેઢીના ઈસ્યુ થયેલા બીલ પર લખાયેલા જીએસટી નંબર પરથી એક શખ્સે બીજા કારખાનેદાર પાસેથી અઢી હજાર કિલો પિત્તળનો ભંગાર ખરીદી લીધાની અને વિશ્વાસઘાત આચર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે ગુન્હામાં ગઈકાલે પોલીસે આરોપીની ધરપકડ કરી તેને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યાે હતો. રિમાન્ડની પોલીસની માગણી અદાલતે નકારી છે. આ શખ્સે પોતાને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ખંડણીની માગણી કરતા ફોન કરવામાં આવતા હોવાની વાતો વહેતી કરી પ્રેસ કોન્ફરન્સ પણ યોજવાની તજવીજ કરી હતી પરંતુ તે પહેલા તેની સામે ગુન્હો નોંધવાની પ્રક્રિયા કરાતા પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરવી પડી હતી. આ મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોગનગરમાં મોદી મેટલ્સ નામનું કારખાનું ચલાવતા અંતિમભાઈ ઠાકોરદાસ નામના પરપ્રાંંતીય આસામીએ જામ નગરના ૮૦ ફૂટ રીંગરોડ પર વસવાટ કરતા સાગર કાળુભાઈ નંદાણીયા નામના આસામી વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું. આ શખ્સે તેમની પેઢીના નામે બીજી પેઢી પાસેથી બોગસ સહી કરેલો ચેક રજૂ કરી અઢી હજાર કિલો પિત્તળનો ભંગાર ખરીદી લીધો છે અને તેમની પેઢી પાસેથી સાગરે અગાઉ ભંગારની ખરીદી કરી તેના અડધા જ પૈસા ચૂકવ્યા છે.

તે ઉપરાંત સાગરે મોદી મેટલ્સ પેઢીનંુ બીલ મેળવી તેમાં લખાયેલા જીએસટી નંબર મેળવી લીધા હોવાનું પણ ફરિયાદમાં અંતિમભાઈ મોદીએ જણાવ્યું હતું.

આઈપીસી ૧૨૦ (બી), ૪૦૬, ૪૨૦, ૪૬૮ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં સિટી સી ડિવિઝન પોલીસે ગઈકાલે સાગર કાળુભાઈ નંદાણીયાની ધરપકડ કરી હતી. આ શખ્સને રિમાન્ડની માગણી સાથે ગઈ સાંજે પોલીસે અદાલતમાં રજૂ કર્યાે હતો. જ્યાં અદાલતે પોલીસની રિમાન્ડની માગણી નામંજૂર કરી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ આ આરોપી સામે અન્ય આસામીઓના રૂપિયા પણ ગુપચાવી જવા અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ કરાઈ રહી છે. ત્યારે આ શખ્સે પોતાને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી અપાઈ હોવાની વાયકા ઉભી કરી હતી અને તે અંતર્ગત મંગળવારે પત્રકારો સાથે મળી તેની વિગતો આપવાની ચર્ચા વહેતી કરી હતી પરંતુ તે કોન્ફરન્સ રદ્દ કરવી પડી હતી અને તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુન્હો નોંધાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh