Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટરે મિટિંગ બોલાવી અઠવાડિયાવાર આયોજન ઘડી કાઢયુ
જામનગર તા.૯: જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે માર્ગ અકસ્માતો ઘટાડવા યુવાઓ તથા વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તે પ્રકારના આયોજનો હાથ ધરવા સુચન
માર્ગ અકસ્માતો ઘટે તે માટે સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ જિલ્લા વહિવટી તંત્ર જામનગર દ્વારા તા.૦૧-૦૧-૨૦૨૫ થી તા. ૩૧-૦૧-૨૦૨૫ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જે આયોજનની જામનગર જિલ્લામાં સુચારૂ અમલવારી થાય તે માટે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠકમાં જામનગર આર.ટી.ઓ. ઉપાધ્યાયે કાર્યક્રમને લગતી વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી હતી. જેમાં તા.૦૧-૦૧-૨૦૨૫ થી તા.૦૮-૦૧-૨૦૨૫ દરમિયાન જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન, આર.ટી.ઓ. અને ટ્રાફિક પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, રોડ એન્જિનિયરીંગ બ્લેક સ્પોટની સંયુક્ત તપાસ અને સુધારણાનાં પગલાંઓની સમીક્ષા, ઈમર્જન્સી કેર બ્લડ ડોનેશન કેમ્પ તથા સીપીઆરની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવશે. જ્યારે તા.૦૯-૦૧-૨૦૨૫ થી ૧૬-૦૧-૨૦૨૫ દરમિયાન સીટબેલ્ટ, હેલ્મેટ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ, હીટ એન્ડ રન કમ્પેન્સેશન સ્કીમ ૨૦૨૨ અંગે જનજાગૃતી, શાળા કક્ષાએ રોડ સેફ્ટી મેળાનું આયોજન, નાટકો, ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જાહેર માર્ગો પર ટ્રાન્સપોર્ટ વાહનો પર રેડીયમ રિફલેક્ટર લગાવવા, સફેદ એલઈડી, આરયુપીડી, એસયુપીડી નંબર પ્લેટ, પાકિંગ અંગે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, તમામ જંક્શન પર સાઈનેજીસ અને માર્કિંગ, ભયજનક વળાંક વાળા રસ્તાઓ પર શેવરોન માર્કિંગ, ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે મેડિકલ કેમ્પ તથા આઈ ચેકઅપ કેમ્પ યોજાશે. તેમજ તા.૧૭-૦૧-૨૦૨૫ થી ૨૪-૦૧-૨૦૨૫ દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને ફુલ આપી સ્વાગત, ભારે વાહન ચલાવતા ડ્રાઈવરો માટે અવેરનેસ કાર્યક્રમો, સોશિયલ મીડિયાના માધ્યમોથી જનજાગૃતિ ફેલાવવી, શેરી નાટકોનું આયોજન, ડેન્જરસ પાર્કિંગ, દસ્તાવેજ, ઓવરલોડ, ઓવર ડાઈમેન્શન બાબતે એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ, એન્જિનિયરીંગ રોડ માર્કિંગ રિપેઈન્ટ, પદયાત્રીઓની સલામતી માટે કામગિરી, ઈમરજન્સી કેર જીએસઆરટીસીના ડ્રાઈવરો માટે મેડીકલ કેમ્પ જ્યારે તા.૨૫-૦૧-૨૦૨૫ થી તા. ૩૧-૦૧-૨૦૨૫ દરમિયાન શાળાઓમાં વાલીઓની ઉપસ્થિતિમાં અન્ડર એજ ડ્રાઈવિંગ બાબતે સેમીનાર, એસ.ટી.ડ્રાઈવરો માટે માર્ગ સલામતી સેમીનારનું આયોજન, સ્કુલવાન, ક્લેન્ડેસ્ટાઈન, સ્પીડ ગવર્નર, મોબાઈલ યુઝ બાબતે એન્ફોર્સમેન્ટ, એન્જિનિયરીંગ ભયજનક ઓવરબ્રિજનું સ્ટ્રક્ચર ઓડિટ અને સમારકામ, ઓડિટ માટે જિલ્લાની ઈજનેરી કોલેજો સાથે સંકલન, ઈમર્જન્સી કેર ફર્સ્ટ રિસ્પોંડન્ટ ટ્રેઈનિંગનું આયોજન, સીપીઆરની તાલીમનું આયોજન સહિતના કાર્યક્રમો આર.ટી.ઓ. પોલિસ વિભાગ, જામનગર મહાનગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, જી.જી. હોસ્પિટલ જામનગર, જી.એસ.આર. ટી.સી., ૧૦૮ એમ્બ્યુલન્સ સહિતના વિભાગો સાથે મળી હાથ ધરાશે તેમ જ્ણાવ્યુ હતુ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial