Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સિઝનનું સૌથી ઓછું ૯.પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: હાલાર જાણે બન્યો હેમાળો

ખંભાળિયામાં પણ સિઝનનું સૌથી ઓછું ૧ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું:

જામનગર તા. ૯: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમ વખત ૯.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ સાથે સિઝનમાં બીજી વખત તાપમાનનો પારો સિગલ ડિજિટમાં નોંધાયો હતો. સતત ઘટતા તાપમાન અને ઉત્તરના તેજીલા વાયરાઓના પગલે જામનગર સહિત સમગ્ર પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલાર જાણે કે હેમાળો બની ગયો હોય તેવી હાડ થીજવતી તીવ્ર ઠંડીથી પ્રજાજનો ધ્રૂજી ઊઠ્યા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાનો દોર ચાલી રહ્યો છે, જેના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો 'માઈનસ'માં ચાલ્યો ગયો છે. માર્ગો, મેદાનો, પહાડો, ઘરો તથા વૃક્ષો પર બરફના થર જામી ગયા છે. ઝરણા તથા ઝીલ થીજી ગઈ છે.

અત્ર-તંત્ર-સર્વત્ર બરફ જ બરફ જોવા મળી રહ્યો છે. જનજીવન ઠૂંઠવાય ગયું છે. પહાડી વિસ્તારોમાં વસતા લોકોનું જીવન આમ પણ ઘણું જ હાડમારીવાળું હોય છે, તેમાંય બરફવર્ષાથી તેમાં વધારો થયો છે. લોકોને રોજ-બ-રોજના કાર્યો કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક માર્ગો બંધ થઈ જતા સ્થાનિકો સાથે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉત્તરભારતના ઠંડા પવનોના પગલે હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ગુજરાતમાં પણ તાપમાનમાં સતત ઘટાડો થતા તીવ્ર ઠંડી પડી રહી છે.

જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘતુમ તાપમાનનો પારો સિઝનમાં પ્રથમવાર ૯.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો. આ સાથે સિઝનમાં બીજી વખત ન્યુનત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું હતું. ઉત્તરના ઠંડા પવનોના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલાર જાણે હેમાળો બની ગયો હોય તેવી હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

જામનગરમાં ગત્ રવિવારે લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું, જેમાં અત્યાર સુધીમાં ૪.૩ ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં થયેલા ઘટાડા તેમજ તેજ ગતિએ ફૂંકાતા પવનના પગલે નગરમાં ઠંડીનું લખલખુ છૂટી ગયું છે. પ્રજાજનો કાતિલ ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા છે. ગ્રામ્ય વિસ્તારો તથા હાઈ-વેવર વધારે ઠંડી અનુભવાઈ રહી છે.

ઠંડી સામે રક્ષણ મળે તે માટે લોકોએ રાત્રે કામ વરગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું અને તેમજ જે લોકો બહાર હતાં તેઓએ તેમનું કામ વહેલું આટોપી ઘર તરફ પ્રયાણ કર્યું હતું. પ્રજાજનોને ઘરમાં પણ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે. જેમ જેમ ઠંડી વધી રહી છે તેમ તેમ ગરમ કપડાની દુકાનો તથા લારીઓ પર લોકોની ભીડ વધારે જોવા મળી હતી.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પપ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડુ મથક ખંભાળિયા અને મોસમની સૌથી વધુ ઠંડી ૧ર ડીગ્રી તાપમાન સાથે ઠરી ગયાની સ્થિતિમાં ફેરવાયું હતું.

ઠંડા પવન અને ઠાર સાથે ઠંડી નીકળતા બજારો સુમસામ થઈ ગયા હતાં તથા નાના નબળા વર્ગના લોકો તાપણાનો સહારો લેતા તથા શાલ-સ્વેટર વગર બહાર ના નીકળવાની સ્થિતિમાં થઈ ગયા હતાં, તો સખત ઠંડીથી પશુઓ, મોટી ઉંમરના લોકોરોગોના ભોગ બન્યા હતાં તો પંખીઓ પણ ઠારને કારણે અનેક મુસીબતોમાં ફસાયા હતાં. ખંભાળિયા આ વખતે મોસમનું સૌથી નીચુ તાપમાન પણ ડીગ્રીએ સોપો પાડી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh