Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા ભાજપ પ્રમુખના નામો અંગે અનેકવિધ ચર્ચા

જામનગર મહાનગર / જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા

જામનગર તા. ૯ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત ગુજરાતમાં વોર્ડ પ્રમુખો, શહેર પ્રમુખોની નિમણૂકો થઈ છે. હવે મહાનગરના પ્રમુખ, જિલ્લા પ્રમુખના નામો આજે અથવા કાલ સાંજ સુધીમાં જાહેર થવાની શકયતા છે. જામનગર મહાનગર ભાજપ અધ્યક્ષપદ માટે રજૂ થયેલા દાવાઓમાં વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વર્તમાન અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાને પુનઃ ત્રણ વર્ષ માટે જવાબદારી સોંપાય તેવી પ્રબળ શકયતા છે. તેમના કાર્યકાળ દરમ્યાન તેઓ પક્ષના કોઈ જુથવાદની ચર્ચામાં આવ્યા નથી તેમજ પક્ષના કાર્યક્રમો અને મહાનગરપાલિકાના શાસકો સાથે સંકલનમાં પણ સક્રિય રહ્યા છે. જયારે અન્ય દાવેદારોમાં જ્ઞાતિ/ સમાજનું પરિબળ ધ્યાને લેવાય તો કોઈ મજબુત કે શકિતશાળી નામ ઉપસતું નથી તેવી લાગણી નિરીક્ષકોએ મોવડી મંડળ સમક્ષ વ્યકત કરી હોવાનું પણ જાણવા મળે છે.

એક એવી વાત પણ વહેતી થઈ છે કે ફોર્મ ભરીને ભલે દાવાઓ થયા હોય, આ તો ભાજપ છે... કદાચ જે ઉમેદવારોએ ફોર્મ રજુ કર્યા છે તેમાંથી નહીં, પણ કોઈ નવું જ નામ બહારથી આવે તો નવાઈ નહીં... જેમાં અગાઉ શહેર અધ્યક્ષ રહી ચૂકેલા એક નેતાનું નામ ચર્ચાય છે.

જયારે જિલ્લા પ્રમુખપદ માટે વર્તમાન પ્રમુખ રમેશભાઈ મુંગરા બદલાશે તે નિશ્ચિત જણાય છે. તેમના અનુગામી તરીકે હાલ બે નામ ચર્ચામાં મોખરે છે.

જામનગર જિલ્લા પ્રમુખપદ માટે ડો. વિનોદ ભંડેરી તથા દિલીપભાઈ ભોજાણીના નામમાંથી કોઈની પસંદગી થાય તેવી ચર્ચા ચાલી રહી છે. પણ મોવડી મંડળ માટે સમસ્યા એ છે કે જામનગર મહાનગર અને જિલ્લામાં પ્રમુખપદે પટેલ સમાજને જ પ્રતિનિધિત્વ કેવી રીતે આપવું? હાલ ડૉ. વિમલ કગથરા અને રમેશભાઈ મુંગરા બન્ને પટેલ સમાજના છે (કડવા અને લેઉઆ) હવે આ વખતની ટર્મમાં પણ કડવા-લેઉવાનું ગણિત ધ્યાને લેવાય છે કે પછી એક સ્થાન ઉપર જ પટેલ સમાજને સ્થાન આપવું તે અંગે વિચારણા થઈ હોવાનું જાણવા મળે છે. જામનગર મહાનગર અને જિલ્લા ભાજપમાં છેલ્લા થોડા સમયથી નાની મોટી ખટપટ અને જુથવાદ ચાલી રહયો હોવાની પણ ચર્ચા વચ્ચે મોવડી મંડળ કોના પર પસંદગી ઉતારે છે તે જોવાનું રહ્યું.!

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલના પ્રમુખ યુવાન છે અને ગઢવી સમાજના છે. તેવા મયુરભાઈ ગઢવીને રીપીટ કરાય તેવી વધુ શકયતા છે. બીજા દાવેદાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલભાઈ કરમુર છે. આમ અત્યારે જે બે નામ ચર્ચામાં મોખરે છે તે ગઢવી સમાજ અને આહિર સમાજના છે. આ સંજોગોમાં સતવારા સમાજ વધુ એક વખત સાઈડ લાઈન થવાની ચિંતા પણ મોવડી મંડળને સતાવી રહી હોવાનું જાણવા મળે છે. હાલારના બન્ને જિલ્લામાં ભાજપના પ્રમુખપદના જે નામ જાહેર થાય, તેની જાહેરાત પછી કંઈક નવા-જૂની પણ થાય તો નવાઈ નહી...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh