Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તબીબી અને નર્સીંગ સ્ટાફ તૈનાત
જામનગર તા. ૯: એચએમપીવી વાયરસની ગુજરાતમાં એન્ટ્રી પછી રાજયનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જામનગરમાં પણ એક આઈઓલેશન વોર્ડ તૈયાર થઈ ગયો છે. જે માટે જરૂરી સાધન સામગ્રી સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે.
ચાઈનાથી પ્રસરેલા એચએમઆઈવી વાયરસના એક દર્દી ગુજરાતમાં નોંધાયા હતા. આથી સાવચેતી રૂપે રાજયનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. જેના પગલે જામનગરમાં પણ જી. જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીના અધ્યક્ષ સ્થાને તાકિદની બેઠક બોલાવાઈ હતી. અને એક ૩૦ બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા નિર્ણય લેવાયો હતો. જે મુજબ ગઈકાલે ખાસ વોર્ડ સંપૂર્ણ પણે તૈયાર કરી દેવાયો હતો. જેમાં તબીબી સ્ટાફ નર્સીંગ સ્ટાફ તૈનાત કરાયા છે. આ વોર્ડમાં વેન્ટીલેટર, ઓક્સિજન સહિતની જરૂરી સાધન સામગ્રી પણ રાખી દેવાઈ છે.
જો કે, આ જુનો વાયરસ હોય ગભરાવવાની જરૂર નહી હોવાનુ તબીબોએ જણાવ્યું છે. પરંતુ જી. જી. હોસ્પિટલનું તંત્ર સંપૂર્ણ પણે સજજ હોવાનું જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial