Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે આરોપી સામે નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા.૯ : કાલાવડ પંથકની એક સગીરાનું અપહરણ કરી એક શખ્સે તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની અને આ કૃત્યમાં તે શખ્સના મિત્રએ મદદ કર્યાનો ગુન્હો પોલીસે નોંધ્યો હતો. તે કેસ ચાલી જતાં પોક્સો અદાલતે બંને આરોપીનો છૂટકારો કર્યાે છે.
કાલાવડ પંથકમાં વસવાટ કરતા એક પરિવારની સગીર પુત્રીનું ગિરીશ લક્ષ્મણભાઈ બુસા ઉર્ફે ઉખેડીયા તથા તેના મિત્ર દીપક અમૃતલાલ ઉર્ફે ડગા નામના શખ્સોએ અપહરણ કરી લીધાની સગીરાના પિતાએ અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ સગીરાને લઈ ગયા પછી રાજકોટ અને નાસિક સહિતના શહેરોમાં લઈ જઈ ગિરીશ ઉર્ફે ઉખેડીયાએ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગત ખૂલતા પોલીસે ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા બચાવપક્ષે દલીલ કરી હતી કે, ભોગ બનનારની ઉંમર નાની છે તે સાબિત થતું નથી, જન્મ તારીખનો દાખલો શંકાથી પર નથી અને પોતાની મરજીથી ઘરેથી નીકળી હોય ત્યારે તે સગીરા સંમતિ આપનાર પક્ષકાર ગણાય. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી બંને આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કેતન આશર, ધીરેન અંકલેશ્વરીયા, બી.એચ. જાડેજા, હાર્દિક એમ. ચાવડા, ચેતન એલ. રાઠોડ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial