Advertisement
Author: નોબત સમાચાર

કોંગી નેતા પરેશ ધાનાણીનું નારી સ્વાભિમાન આંદોલનઃ આમરણાંત ઉપવાસ

અમરેલીના રાજકમલ ચોકમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે

અમરેલી તા. ૯: કોંગી નેતા પરેશ ધાનાણીએ અમરેલીના રાજકમલ ચોકમાં આમરણાંત ઉપવાસ સાથે નારી સ્વાભિમાન આંદોલન શરૂ કર્યું છે, જેમાં નેતાઓ-કાર્યકરો જોડાઈ રહ્યા છે.

અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ર૪ કલાકના અલ્ટિમેટમ પછી આજથી અમરેલીના રાજકમલ ચોકમાં પરેશ ધાનાણી ર૪ કલાક માટે 'નારી સ્વાભિમાન આંદોલન' પર બેઠા છે, અને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

આ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.

આ દરમિયાન કોઈ ઈચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એ દરમિયાન પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્ર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી હતી. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત હતી. તેમણે કહ્યું હતું કે, પાયલ ગોટીને પોલીસે ૧૬ કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. પાટીદાર યુવતી પાયલ ગોટીનો જાહેર વરઘોડો કાઢનાર લોકોને જો આજે છોડી મૂકવામાં આવશે તો આવતીકાલ મારી કે તમારી દીકરી સલામત નહીં રહે. આગામી ર૪ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવે. દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપવો.

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતાં.

સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરૂ ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત ૪ ની ધરપકડ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh