Advertisement
Author: નોબત સમાચાર

મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે કરી ધમાલઃ માતા-પુત્રીને માર મારી ધમકી

લઘુશંકા કરવાના પ્રશ્ને યુવક પર હુમલોઃ

જામનગર તા.૯ : જામનગરના અંધાશ્રમ આવાસ પાસે શનિવારની રાત્રે લઘુશંકા કરવા ઉભેલા એક યુવાનને બે શખ્સે ગાળો ભાંડી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાે હતો. જ્યારે એક મહિલાના ઘરે ગઈરાત્રે ધસી ગયેલા બે શખ્સે તે મહિલા તથા તેની પુત્રીને માર મારી ધમકી આપી હતી.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નવી હર્ષદમીલની ચાલીમાં રહેતા રાહુલ દેવજીભાઈ પરમાર શનિવારે રાત્રે અંધાશ્રમ પાસે પોતાના બહેનના ઘરેથી પરત જતા હતા ત્યારે લઘુશંકા લાગતા ત્યાં આવેલા આવાસ નજીક લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા. આ વેળાએ નાઝીમ ગામેતી નામના શખ્સે અહીં લઘુશંકા કેમ કરશ તેમ કહ્યા પછી ગાળો ભાંડી ફડાકો ઝીંકવા ઉપરાંત શૌકતની સાથે મળી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છરી હુલાવી દેવાની ધમકી આપી હતી. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાઝીમ ઉર્ફે નાઝલા તથા શૌકત સામે ફરિયાદ કરાઈ છે.

જામનગરના ધરારનગર-ર માં રહેતા બિલ્કિસબેન અલારખા બ્લોચ નામના મહિલા ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે મારૂતીનગરમાં રહેતો તેમુર તથા નિઝામ સીપાઈ આવ્યા હતા. આ શખ્સોએ તેણીના દીકરા સાહિલને ગઈકાલે શું હોશિયારી કરતો હતો તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી.

આ વેળાએ બિલ્કિસબેન, સાયનાબેને તે શખ્સોને સમજાવતા નિઝામ તથા તેમુરે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત બિલ્કિસબેનને ધોકો ફટકાર્યાે હતો અને સાયનાબેન ને ઈજા કરી હતી. સિટી બી ડિવિઝનમાં બિલ્કિસબેને ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh