Advertisement
Author: નોબત સમાચાર

ટેકસ કલેકશન વાનનું મેયરે કર્યું લોકાર્પણ

જામનગર મહાનગર૫ાલિકામાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ ડીજીટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે તથા સરકાર આપને દ્વારે જેવા અભિગમ પૂર્ણ કરવા માટે જામનગરના લોકો આંગણે મિલકત વેરો ભરપાઈ કરી શકે તે માટે બે મોબાઈલ ટેકસ કલેકશન વાનનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ બન્ને ટેકસ કલેકશન બાનને મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, દંડક આશિષ જોષી, પૂર્વ મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, આસી. કમિશ્નર (ટેકસ) જીગ્નેશ નિર્મળએ ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. આમ મહાનગર પાલિક પાસે હવે ટેકસ કલેકશન વાનની સુવિધા ઉપલબ્ધ બની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh