Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ દિ'માં ત્રણ ગામના ઘણાં લોકો થયા ટકલા!

મહારાષ્ટ્રમાં પ્રદુષણયુકત પાણીના પ્રતાપે

મુંબઈ તા. ૯:  માત્ર ત્રણ જ દિવસમાં મહારાષ્ટ્રના ૩ ગામના અનેક લોકો ટકલા થઇ ગયા છે. સેંકડો લોકોએ વાળ ગુમાવતા હાહાકાર મચ્યો છે. આ પ્રકારના પીડિતોની 'ટકાવારી' વધતા ગામડાના લોકોમાં ચિંતા વ્યાપી છે. બાળકોથી માંડી મહિલાઓના વાળ પણ ખરી રહૃાા છે. પ્રદૂષિત પાણીને કારણે વાળ ઉતરી રહૃાા હોવાની આશંકા છે.

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ત્રણ ગામડાને વિચિત્ર બીમારીએ ભરડામાં લીધા છે.  ગામના સંખ્યાબંધ પુરૂષો ત્રણથી સાત દિવસમાં માથાના વાળ ગુમાવવા માંડયા છે. ટકાની 'ટકાવારી' વધતા  ગામડાના લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. બુલઢાણા જિલ્લાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામના લોકોના માથાના વાળ ઉતરવા માંડયા છે.

 આ વિચિત્ર બીમારી અંગે ફરિયાદો થતાં તથા આસપાસના ગામોમાં હાહાકાર મચી જતાં આરોગ્ય ખાતાની ત્રણ ટીમ ગામોમાં પહોંચી હતી અને પાણીના સેમ્પલ તેમ જ ગ્રામજનોના ઉતરેલા વાળ અને ચામડીના સેમ્પલ ભેગા કર્યા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે.

પ્રાથમિક માન્યતા અનુસાર રાસાયણિક ખાતરને કારણે ગામનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. પાણીમાં ભારે ધાતુઓનું પ્રમાણ વધી ગયું છે અને તેના કારણે વાળ ખરી રહૃાા છે. ગામલોકોએ ચિંતીત સ્વરે ફરિયાદ કરતા કહૃાું હતું કે મહિલાઓ અને પુરૂૂષો બધાના વાળ ઉતરવા  માંડયા છે. વાળ ઉતરવાનું શરૂ થયા પછી ત્રણથી સાત દિવસમાં માથે ટકો થઇ જાય છે.

ઇલેકટ્રોનિક મીડિયાના કેમેરા સામે લોકોએ રીતસર દેખાડયું હતું કે માથા પર હળવેથી દાંતિયો ફેરવતાની સાથે જ વાળનું ગુચ્છો હાથમાં આવી જાય છે. રાતે ઊંઘ્યા બાદ સવારે ઉઠે ત્યારે તકિયા પાસે વાળના ગુચ્છા હોય છે. સ્ત્રીઓ વાળમાં દાંતિયો ફેરવે તો જાણે કાતર ફેરવી હોય તે રીતે વાળના ગૂચ્છા નીચે પડે છે

હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે આ ત્રણ ગામડાની મુલાકાત લઇ તપાસ કરી હતી અને જણાવ્યું હતું કે ૫૦થી વધુ ગ્રામજનોને આ બીમારીની અસર થઈ છે.

જોકે ડોકટરોનું માનવું છે કે આ સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે એકઠા કરેલા પાણી, વાળ અને ત્વચાના  સેમ્પલની લેબોરેટરીમાં તપાસ પછી રિપોર્ટ આવશે તેને આધારે ઇલાજ થઇ શકશે એવું અધિકારીએ જણાવ્યું હતું.

શેગાંવના હેલ્થ ઓફિસર ડો. દીપાલી બાહેકરનો આ ટીમમાં સમાવેશ કરાયો છે. તેમણે કહૃાું હતું કે પ્રદૂષિત પાણીને કારણે વાળ ઉતરતા હોવાની શંકા છે. આરોગ્ય વિભાગની ટીમના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખેતીમાં રાસાયણિક ખાતરના વધારે પડતા ઉપયોગથી ગામનું પાણી પ્રદૂષિત બન્યું હોવાની સંભાવના છે. પાણીમાં કેલ્શિયમ તથા મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં ભળી ગયું હોય તો આવું બની શકે છે.

આમ છતાં પણ ચોક્કસ કારણ જાણવા માટે સંપૂર્ણ તપાસ થઈ રહી છે. ગામના સરપંચ રામા પાટીલ થારકરે કહૃાું હતું કે આ ભેદી બીમારીથી લોકોમાં ડરનો માહોલ છે. લોકોને ફફડાટ પેઠો છે કે ખરી પડેલા વાળ પાછા આવશે કે કેમ કે પછી તેમણે આજીવન આ ટકા સાથે જ રહેવું પડશે. લોકો હવે અમસ્તા માથે હાથ ફેરવતાં પણ ડરે છે. ફેરવતા વિસ્તારના આગેવાનોએ આરોગ્ય તંત્રને ગામમાં આરોગ્ય ચકાસણી શિબિર ગોઠવવા જણાવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રીને પણ આ બનાવ અંગે જાણ કરાઈ હોવાનુ જાણવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh