Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના વેપારીએ જામનગર કોર્ટમાં કરી હતી ફરિયાદઃ
જામનગર તા.૯ : જામનગરમાં બાયસીકલના ટાયર તથા લગત પાર્ટ બનાવતી પેઢી દ્વારા સુરતના એક વેપારી સામે કુલ રૂ.૩૪,૯૧,૯૦૨ના ચેક પરતની ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. તે ત્રણેય કેસમાં અદાલતે આરોપીને એક, એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં ધનાણી ઈમ્પોર્ટ એક્સપોર્ટ પ્રા.લિ. તેમજ ધનાણી રબ્બર ઈન્ડસ્ટ્રીઝ સહિતની પેેઢી ચલાવતા મુકેશ શાંતિલાલ શાહ, હર્ષિત મુકેશ ભાઈ શાહ પાસેથી સુરતમાં દ્રષ્ટિ માર્કેટીંગ નામની પેઢી ચલાવતા અલ્પેશ હરજીભાઈ પટેલે બાઈસીકલના ટાયર, ટયૂબ ખરીદ્યા હતા. તે પેટે બાકી રહેતી રકમ રૂ.૩,૫૮,૨૮૨ તેમજ રૂ.૮,૯૯,૦૫૮ અને રૂ.૨૨, ૩૪,૫૬૨ ચૂકવવા અલ્પેશ હરજીભાઈએ ચેક આપ્યા હતા.
તે તમામ ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે વસૂલાત વગર પરત ફરતા મુકેશભાઈ શાહે જામનગરની કોર્ટમાં ત્રણ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે ત્રણેય કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય કેસમાં આરોપી અલ્પેશ હરજી ભાઈને તક્સીરવાન ઠરાવી એક-એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો બે-બે મહિનાની વધુ કેદ ભોગવવાનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ હેમલ એચ. ચોટાઈ, વી.એચ. બક્ષી, હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial