Advertisement
Author: નોબત સમાચાર

કામદાર કોલોનીમાં ભૂગર્ભ ગટરની અધુરી કામગીરીઃ પાઈપ લાઈન તૂટતા ભારે હાલાકી

માર્ગ પર મસમોટા ખાડાથી રસ્તો થયો બંધઃ

જામનગર તા. ૯: જામનગરની કામદાર કોલોનીની શેરી નંબર-૪ના ખૂણે, રોડ નંબર-૧માં ભૂગર્ભ ગટરની સફાઈ કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને હજુ સુધી આ કામગીરી પૂરી થઈ નથી. આ દરમિયાન ખોદકામ કરાતા પાણીની લાઈન તૂટી જવા પામી હતી. આ કામગીરીને ૧૫ દિવસ થઈ ગયા પછી પણ તંત્રએ પાણીની લાઈનની મરામત નથી કરાવી તથા મસમોટો ખાડો પણ નહીં બુરતા માર્ગ બંધ થઈ ગયો છે. આ ઉપરાંત જયારે પણ પાણી આ વિસ્તારમાં આવે છે ત્યારે અહીં પાણીના ફુવારા ઉડે છે અને પાણીનો વેડફાટ થાય છે. બીજી તરફ સ્થાનિકો તેની પાણીની જરૂરિયાત પુરી કરવા માટે ટેન્કર મંગાવવા માટે મજબુર બની ગયા છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની લાઈન નાખવા સહિતની કામગીરી માટે તંત્ર ખોદકામ કરીને ખાડાને બુરવાની તથા માર્ગની મરામત કરવાની કામગીરી ખૂબ લાંબા સમય સુધી કરતું નથી અથવા તો ભૂલી જાય છે, જેથી તંત્ર જાણે શોર્ટ ટાઈમ મેમરી લોસની બીમારીથી પીડિત હોય એવી પણ શંકા જાય છે. તંત્રની આવી ધીમી અને ફુવડ કામગીરીનો ભોગ તો આખરે પ્રજાજનોને જ બનવું પડે છે. આથી કામદાર કોલોનીની શેરી નંબર ૪ ના ખૂણા પાસે ભૂગર્ભ ગટર તથા પાણીની પાઈપ લાઈનની સમસ્યા હલ કરી તાકીદની અસરથી આ કામગીરી દરમિયાન પડેલો ખાડો પૂરીને માર્ગની મરામત કરાવવા માટે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh