Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લામાં લોકોને કરૂણા અભિયાનમાં જોડાવા અનુરોધ

રાજયના પ્રવાસન મંત્રી દ્વારા

                                                                                    

ખંભાળિયા તા. ૯: આગામી મકર સંક્રાંતિ ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓના સંરક્ષણ તથા સારવાર માટે ગુજરાત સરકારની પહેલ કરૂણા અભિયાન ૨૦૨૫માં જોડાવા માટે ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજયમંત્રી મૂળુભાઈ બેરા દ્વારા અપીલ કરવામાં આવી છે.

સવારે નવ પહેલા તથા સાંજે પાંચ વાગ્યા પછપી પતંગના ઉડાવવા, ચાઈનીઝ કે કાચના માંઝાવાળી ધારદાર દોરીનો ઉપયોગ ના કરવા ઉત્તરાયણ પછી પતંગ નકામી દોરીનો નાશ યોગ્ય જગ્યાએ કરવા, ઘાયલ પક્ષીની સારવાર માટે વન વિભાગને ૮૩૨૦૦ ૦૨૦૦૦ નંબર પર વોટસઅપે મેસેજ કે મીસ કોલ કરવા નજીકના સારવાર કેન્દ્રને જાણ કરવા કે વન વિભાગ હેલ્પ લાઈન ૧૯૨૬, કરૂણા એનીમલ એબ્યુલન્સ ૧૯૬૨ પર ફોન કરવા જણાવાયું હતું.

દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજયમાં તા. ૧૦ જાન્યુઆરીથી તા. ૨૦ જાન્યુઆરી સુધી ૧૧ દિવસ સુધી કરૂણા અભિયાન ચાલુ રહેશે ઘવાયેલા પક્ષીઓ પ્રાણીઓને મદદરૂપ થવા અપીલ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh