Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાએ ચોરીની નોંધાવી ફરિયાદઃ
જામનગર તા.૯ : જામનગરના ગોરધનપર ગામમાં સોસાયટીમાં રહેતા એક મહિલાના ઘરમાં ઘૂસી ગયેલા શખ્સે બાકી પૈસાની ઉઘરાણી કરી ઘરમાં તોડફોડ કરવા ઉપરાંત સોનાનો ચેઈન, પેંડલ, ચાંદીના સાંકળા ચોરી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા નાઘેડી નજીકના ગોરધનપર ગામ સ્થિત ગોરધન ગ્રીન સોસાયટીમાં રહેતા સાક્ષીબેન હિતેશભાઈ પિત્રોડા નામના મહિલા રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે જામનગરમાં નિલકમલ સોસાયટીમાં રહેતો અનિરૂદ્ધ સિંહ પરમાર નામનો શખ્સ ધસી આવ્યો હતો.
આ શખ્સે બે મહિના પહેલાં સાક્ષીબેનના પતિ હિતેશભાઈ નાનજીભાઈ પિત્રોડાને રૂ.૨૦ હજાર હાથઉછીના આપ્યા હતા તે રકમની વારંવાર ફોન કરીને અનિરૂદ્ધસિંહ ઉઘરાણી કરતો હતો પરંતુ હાલમાં પૈસા ન હોવાથી તે રકમ ચૂકવી શકાતી ન હતી. તેથી ફોનમાં ગાળો ભાંડવામાં આવતી હતી. તે પછી રવિવારે રાત્રે ચઢી આવેલા અનિરૂદ્ધસિંહે ઘરના દરવાજાનો લોક તોડી નાખી ઘરમાં ઘૂસી જઈને ફ્રીઝ, વોશીંગ મશીનમાં નુકસાન કર્યું હતું.
તે ઉપરાંત ઓરડામાં પડેલી બે ખુરશી તોડી નાખી બંગડી બોેક્સમાંથી ૧૨ ગ્રામ સોનાનો ચેઈન, એક ગ્રામનું પેંડલ, ચાંદીના સાંકળા મળી કુલ રૂ.૫૫,પ૦૦ના દાગીનાની ચોરી કરી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial