Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયાઃ
જામનગર તા. ૯: જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગત્ શનિવારે પણ શહેરી વિસ્તારમાં વધુ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે રવિવારે શહેરમાં ચાર અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો. છેલ્લા એક સપ્તાહમાં જ ડેન્ટલ કોલેજ, હોસ્ટેલના એક ડઝન તબીબી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે. આ તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. શહેર-જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ પ૧ એક્ટિવ કેસ છે.
જામનગર શહેરમાં કોરોનાના કેસની ગતિ બેકાબૂ બની છે. કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જામનગરના શહેરી વિસ્તારમાં શનિવારે વધુ ૧૦ કેસ નોંધાયા છે, જેમાં ડેન્ટલ કોલેજની હોસ્ટેલમાં રહેતા બે તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંતના આઠ કેસમાં પાર્ક કોલોની વિસ્તારના પપ વર્ષના પુરુષ, પીજી હોસ્ટેલના ૩૪ વર્ષના મહિલા, પટેલ કોલોની વિસ્તારના ૧૯ વર્ષનો યુવાન, જડેશ્વર પાર્ક વિસ્તારમાં ૬૩ વર્ષના પુરુષ, પવનચક્કી વિસ્તારની ૧પ વર્ષની તરૂણી, ગોકુલધામ વિસ્તારના ૬૦ વર્ષના પુરુષ, તુલસી પાર્ટી પ્લોટના ૩ર વર્ષના મહિલા, ખારવાચકલા વિસ્તારના પપ વર્ષના મહિલાનો સમાવેશ થાય છે.
આમ કોરોનાએ ડેન્ટલ કોલેજમાં જ છેલ્લા એક સપ્તાહમાં ૧ર જેટલા તબીબી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે, જો કે શનિવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ એક કેસ નોંધાયો છે. રવિવારના ચાર કેસમાંથી બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ તમામને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જામનગરના શહેરી વિસ્તારમાં ગઈકાલે વધુ ચાર કેસ નોંધાયા છે, જેમાં પટેલ કોલોની વિસ્તારના ૮૩ વર્ષના વૃદ્ધ પુરુષ, લાલપુર બાયપાસ વિસ્તારના ૩૯ વર્ષના પુરુષ, ગુરુદ્વારા વિસ્તારના પ૦ વર્ષના મહિલા અને હિરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં રહેતી ર૧ વર્ષની યુવતીનો સમાવેશ થાય છે.
આ તમામને હોમ આઈસોલેશનમાં જ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર શહેરમાં હાલની સ્થિતિએ કુલ ૪૮ એક્ટિવ કેસ છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં રવિવારે લાખાબાવળ ગામના એક મહિલાનો કેસ નોંધાયો છે. આમ ગ્રાામ્ય વિસ્તારમાં હાલની સ્થિતિએ ત્રણ એક્ટિવ છે, જ્યારે જિલ્લામાં કુલ પ૧ કેસ એક્ટિવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial