Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજગોર ફળીમાંથી પાંચ અને ધ્રોલ નજીકથી ચાર મહિલા સહિત છ પકડાયાઃ
જામનગર તા. ૯:જામજોધપુરના ઝીણાવારી ગામમાં એલસીબીએ દરોડો પાડી નવ પત્તાપ્રેમીને પકડી પાડ્યા છે. મોટા વડીયા ગામમાં જામજોધપુર પોલીસે ત્રણ દરોડા પાડી પંદર શખ્સને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે. શહેરની રાજગોર ફળીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી જુગાર રમતા પાંચ શખ્સ પકડાયા છે. ધ્રોલ પાસેથી ચાર મહિલા સહિત છ તીનપત્તી રમતા મળી આવ્યા છે. ઘોડીપાસાથી જુગાર રમતા ચાર અને ચલણી નોટના નંબર પર જુગટુ રમતા ત્રણ ઝડપાયા છે.
જામનગરના રાજગોરફળી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે રાજગોરફળી શેરી નં.૨માં આવેલા પ્રશાંત એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભરતભાઈ મોહનભાઈ કલ્યાણી, પંકજભાઈ બળવંતરાય દવે, નરેશભાઈ ચમનલાલ શાહ, સુરેશભાઈ વલ્લભભાઈ બુદ્ધદેવ અને લવેશભાઈ કાંતિલાલ વ્યાસ નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧૫, ૩૦૦ રોકડા કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલ તાલુકાના લતીપર ગામથી પીઠડ ગામ તરફ જવાના રસ્તા પર શનિવારે સાંજે એક મકાન પાસે કેટલાક વ્યક્તિઓ એકત્ર થઈ જુગાર રમતા હોવાની બાતમી મળતા ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા અશ્વિનભાઈ બટુકભાઈ વાઘેલા, ભુપતભાઈ રામજીભાઈ વાઘેલા, ચંપાબેન કેશુભાઈ વાઘેલા, નીમીબેન ભરતભાઈ વાઘેલા, વિજયાબેન લવજીભાઈ વાઘેલા, મીનાબેન મનસુખભાઈ વાઘેલા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રોકડા કબજે કરી તમામ સામે કાર્યવાહી કરી છે.
જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામની સીમમાં એક ખેતર સ્થિત મકાનમાં શનિવારે રાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી એલસીબી સ્ટાફે રાત્રે અઢી વાગ્યે ઝીણાવારી ગામની બંધીયુ સીમમાં આવેલા ધર્મેશભાઈ જેસાભાઇ કારેણા નામના શખ્સના ખેતર સ્થિત ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
આ ઓરડીમાં ધર્મેશને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા ધીરેન ભગવાનજી અમલાણી, ઈકબાલ સુલેમાન સંધી, કાસમસ સુલેમાન સંધી, ઉમંગ પ્રવીણભાઈ પરમાર, આદમ કારાભાઈ નોઈડા, રાજેશ પ્રવીણભાઈ પરમાર, શાંતિલાલ બાલુભાઈ પરમાર, પ્રવીણ જેસાભાઈ ઉર્ફે જોકર નામના નવ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ. ૧,૮૭,૦૦૦ રોકડા, ચાર મોટરસાયકલ, નવ મોબાઈલ મળી કુલ રૂ. ૩,૫૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના કૂટતા ભરત દેવશીભાઈ કરંગીયા, ભીખાભાઈ કેશુરભાઈ ગોજીયા, અરશીભાઈ મેરામણભાઈ કરંગીયા, મહેશ મંગાભાઈ વાઘ, જીતેન્દ્રભાઈ કરશનભાઈ ખવા ઉર્ફે ભયલા તથા પિયુષ હમીરભાઈ કરંગીયા નામના છ શખ્સને જામજોધપુર પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૦૬૦૦ કબજે કર્યા છે.
મોટા વડીયામાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં ધવલ કિશોરભાઈ ખાંટ ઉર્ફે કાનો, પ્રદીપભાઈ રમણીકભાઈ બરોચીયા, અશ્વિન કાંતિલાલ ભાયાણી નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૧૬૩૦૦ કબજે થયા છે.
મોટા વડીયામાં જ ત્રીજા દરોડામાં વજશીભાઈ અરજણભાઈ કરંગીયા, ભોજાભાઈ રામાભાઈ બળીયાવદરા, ડાડુભાઈ સુમાતભાઈ કરંગીયા, મુકેશ દેવાણંદભાઈ કરંગીયા, રાજશી ખીમાભાઈ ડાંગર, અરશીભાઈ અમિતભાઈ ગાગીયા નામના છ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૩૩૩૪૦ રોકડા અને ગંજીપાના ઝબ્બે લીધા છે.
જામનગરના જુના કુંભારવાડા પાસેના પઠાણફળીના ખૂણા નજીક રવિવારે સવારે કેટલાક શખ્સો એકઠા થઈ ઘોડીપાસા વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ઇમરાન કાસમ માડકીયા ઉર્ફે લીંબો, મહેબૂબ મેશન અબા, ઈબ્રાહીમ હારૂન બશર, ઈબ્રાહીમ સીદીક સોઢા નામના ચાર શખ્સ રૂ. ૧૧૭૦૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના દિ. પ્લોટ વિસ્તારની શેરી નં.રર પાસેથી ગઈકાલે બપોરે ભાવિન જગદીશભાઈ પમનાણી, જયદીપ ગોપાલભાઈ આણદાણી, જયંતિભાઈ લીલાધરભાઈ મંગે નામના ત્રણ શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial