Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાના લોસ એન્જલસમાં અરાજકતાઃ સેંકડો વાહનો ખાખ

ટૂંક સમયમાં શહેર ગેરકાયદે ઈમિગ્રન્ટમાંથી થશે મુક્તઃ ટ્રમ્પ

                                                                                                                                                                                                      

લોસ એન્જલસ તા. ૯: અમેરિકાના લોસ એન્જસના રસ્તાઓ પર આગચંપી થઈ છે. પ્રદર્શનકારીઓએ સેંકડો વાહનોને ફૂંકી માર્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે, શહેરને ટૂંક સમયમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સથી મુક્ત કરાવીશું.

અમેરિકાના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીના વિરોધમાં ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓએ શહેરના અનેક રસ્તાઓ પર આગ ચાંપી દીધી છે. આ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી ફૂંકી મારવામાં આવ્યા હતાં. આ દરમિયાન ઘણાં પ્રદર્શનકારી મેક્સિકોના ઝંડા સાથે પ્રદર્શન કરી રહ્યા હતાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યુએસ નેશનલ ગાર્ડ ભારતીય સમય મુજબ રવિવારે મોડી રાત્રે પ્રદર્શનકારી પર ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને પાછળ ધકેલી હતી.

આ ઘટના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરની બહાર બની હતી, જ્યાં વિરોધીઓ એકઠા થયા હતાં. કેટલાક પ્રદર્શનકારીઓ 'ગો હોમ'ના નારા લગાવી રહ્યા હતાં. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ શહેર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ દ્વારા કબજે કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ર૦૦૦ નેશનલ ગાર્ડસ મોકલ્યા છે, જો કે કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કરેન બેસે નેશનલ ગાર્ડસ મોકલવાનો વિરોધ કર્યો છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ રાજ્યના નેશનલ ગાર્ડને ગવર્નરની મંજુરી વિના મોકલવામાં આવ્યા હોય. સરકારે ૬-૭ જૂનના લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઈમિગ્રન્ટસ સમે ઝુંબેશ શરૂ કરી હતી. આનો વિરોધ થઈ રહ્યો છે. આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દેશનિકાલ નીતિનો એક ભાગ છે.

આ પહેલા રવિવારે સવારે ભારતીય સમય મુજબ વિરોધ પ્રદર્શન થયા હતાં. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો અને ફટાકડા ફેંક્યા હતાં. આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો અને ઈમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પર ટીયર ગેસ અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતાં.

અનેક સરકારી ઈમારતો અને વાહનો પર સ્પ્રે પેઈન્ટથી નારા લખ્યા હતાં. એક સ્ટ્રીપ મોલમાં આગ લગાવવામાં આવી હતી અને ઘણી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ મેક્સિકન ધ્વજ પણ લઈને આવ્યા હતાં અને આઈસીઈ લોસ એન્જલસથી બહાર જાઓ' જેવા નારા લગાવ્યા હતાં. આ પછી ૧૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh