Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણ ચોક પાસે ડબલસવારી સ્કૂટરને મોટરે ઠોકર મારતા પિતા-પુત્ર ઘવાયા

મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોક પાસે ગઈકાલે બપોરે એક સ્કૂટરને મોટરે ઠોકર મારતા પિતા-પુત્રને ઈજા થઈ છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર ગોલ્ડન રેસીડેન્સીમાં રહેતા અલીહુસેન મકાતી તથા તેમના પિતા મહંમદભાઈ મકાતી ગઈકાલે બપોરે કલ્યાણ ચોક પાસેથી જીજે-૧૦-ડીપી ૬૭૨૫ નંબરના સ્કૂટરમાં જતા હતા.

આ વેળાએ જીજે-૧-આરકે ૧૭૭૩ નંબરની આઈ-૧૦ મોટરે તેઓને ઠોકર મારતા ઘવાયેલા પિતા-પુત્રને સારવારમાં ખસેડાયા છે. અલીહુસેને મોટરચાલક સામે સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh