Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત સરકારે ૧૪૯ નગરપાલિકાઓને ફાળવી કરોડોની ગ્રાન્ટઃ આગોતરૂ આયોજન

ચોમાસામાં નુકસાન થતા રસ્તાઓના તત્કાળ રિપેરીંગ માટે

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૯: ગુજરાત સરકારે રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિતમાં નિર્ણય લીધો છે. ચોમાસામાં દરમિયાન ભારે વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરીંગ-રિસરફેસિંગની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટેનું આગોતરૃં આયોજન કરાયું છે. રાજ્યની ૧૪૯ નગરપાલિકાઓને કુલ ૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરીંગ માટે ફાળવવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. નગરપાલિકાઓની કેટેગરી મુજબ ૧ કરોડથી ૪૦ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે.

આ હેતુસર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની ૧૪૯ નાગરપાલિકાઓને કુલ ૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદને પરિણામે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થવું સંભવિત છે. નુકસાન પામેલા આવા રસ્તાઓનું વહેલી તકે રિસરફેસિંગ અને રિપેરીંગ કરીને નગરોમાં વધુ માર્ગ સલામતી તથા સારા રસ્તાની સુવિધા મળી રહે તેવો જનહિત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

એટલું જ નહિં, જે નગરોમાં રસ્તાઓની પ્રવર્તમાન સ્થિતિ ગટર, પીવાના પાણી માટેની પાઈપલાઈન સહિતના કામો માટે રસ્તાઓના ખોદકામના કારણે પણ જો સારી ન હોય તો તેવા નગરોમાં ચોમાસા પૂર્વે રોડ રિપેરિંગ માટે સંબંધિત નગરપાલિકાઓની માંગણી અનુસાર રાજ્ય સરકાર નાણાં ફાળવણી કરે છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને રોડ રિપેરીંગ-રિસરફેસિંગ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે નગરપાલિકાઓના વર્ગ મુજબ ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી આપી છે.

તદઅનુસાર, 'અ' વર્ગની ૩૭ નગરપાલિકાઓને પ્રત્યેકને ૧ કરોડ પ્રમાણે કુલ ૩૭ કરોડ, 'બ' વર્ગની ૩૪ નગરપાલિકાઓને દરેકને ૮૦ લાખ મુજબ ૨૭ કરોડ,  'ક' વર્ગની ૬૧ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ ૬૦ લાખ પ્રમાણે કુલ ૩૬ કરોડ તેમજ 'ડ' વર્ગની ૧૭ નગર પાલિકાઓને પ્રતિ નગર પાલિકા ૪૦ લાખ પ્રમાણે કુલ ૬.૮૦ કરોડ મળીને સમગ્ર તથા ૧૦૭ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંબંધિત નગરપાલિકાઓને ફાળવવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના નગરોમાં જો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે માર્ગોને વધુ નુકસાન થાય તો તેમને ફાળવવામાં આવેલી આ રકમ ઉપરાંત નગરપાલિકાઓની વધુ જરૂરિયાત અને માંગણી મુજબ રોડ રિપેરીંગ માટે નાણા ફાળવવાનો પ્રજાલક્ષી અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh