Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૯૮૦ સહિત દેશમાં કોરોનાના ૬૧૯૧ કેસઃ ચિંતા વધી

છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ વધ્યાઃ કેરળમાં સૌથી વધુ સંક્રમણ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: ગુજરાતના ૯૮૦ સહિત ભારતમાં કોરોનાના કેસ ફરી વધવા માંડયા છે. એકિટવ કેસ ૬,૪૯૧ પર પહોંચ્યા છે. કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે. ચિંતાજનક સ્થિતિ ઉભી થતા આરોગ્ય મંત્રાલય દ્વારા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. અમદાવાદમાં એક કિશોરીનું મૃત્યુ થયું છે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સોમવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જાહેર કરાયેલા તાજા આંકડા અનુસાર, દેશભરમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની સંખ્યા વધીને ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે, જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કોવિડ દર્દીના મૃત્યુની સત્તાવાર નોંધ નથી.

કોવિડના કેસોના રાજ્યવાર વિશ્લેષણમાં કેરળ હાલમાં સૌથી આગળ છે, જ્યાં ૧,૯૫૭ સક્રિય કેસ છે. ત્યાર બાદ ગુજરાતમાં ૯૮૦, પશ્ચિમ બંગાળમાં ૭૪૭ અને દિલ્હીમાં ૭૨૮ સક્રિય કેસ નોંધાયા છે. એકલા દિલ્હીમાં જ રવિવારથી સોમવારની વચ્ચે ૪૨ નવા સંક્રમિતો સામે આવ્યા છે. જ્યારે, મહારાષ્ટ્રમાં ૭૭ નવા કેસ સાથે ૬૦૭ સક્રિય કેસ છે.

જોકે, સોમવારે કોઈ નવા મૃત્યુ નોંધાયા નથી, પરંતુ રવિવારે દેશભરમાંથી કોવિડ સંબંધિત ૬ મૃત્યુ નોંધવામાં આવ્યા હતા. આ તમામ દર્દીઓને કોવિડ સાથે અન્ય ગંભીર બીમારીઓ પણ હતી.

ગુજરાતના રાજકોટમાં કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા છે. ગઇકાલે (૮ જૂન) અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની ૧૬ વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો. ગઇકાલે ગુજરાતમાં ૧૮૫ નવા કેસ નોંધાતાં રાજ્યમાં કુલ ૯૮૦ એક્ટિવ કેસ છે. દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી આંશિક વધારો જોવા મળી રહૃાો છે.

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની ૧૬ વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો, જોકે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે.

સોલા સિવિલના આરએમઓ ડો. દેવાંગ શાહના જણાવ્યા અનુસાર, સાબરકાંઠાના કોટડાની કોરોના પોઝિટિવ ૧૬ વર્ષીય કિશોરીને ૪ જૂને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ફેફસાંમાં ગંભીર ઇન્ફેક્શન અને હિપેટાઇટિસની બીમારીને લીધે કિશોરીની હાલત બગડતાં રેમડેસિવિર અને હિપેરીનનું ઇન્જેક્શન આપ્યું હતું. શુક્રવારે રાતે તેની હાલત ગંભીર થતાં વેન્ટિલેટર સપોર્ટ પર રખાઈ હતી. હોસ્પિટલે બજારમાંથી રૂ.૩૯ હજારનું ૪૦૦ મિલીનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન ખરીદીને આપ્યું હતું, પરંતુ કોરોના સાથે હિપેટાઇટીસ-બીની ગંભીર અસરથી તેનું રવિવારે સવારે મોત થયું છે.

રવિવારે હોસ્પિટલમાંથી ૨ વર્ષનું બાળક સ્વસ્થ થતાં તેને રજા અપાઈ છે. હાલ હોસ્પિટલમાં ૭૦, ૬૫ અને ૨૧ વર્ષીય મહિલા મળી ૩ દર્દી સારવાર હેઠળ છે. દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં ગંભીર ઇન્ફેક્શનની સ્થિતિમાં ઝડપથી બહાર લાવવા ટોસિલિઝુમેબનું ઇન્જેક્શન અપાતું હોય છે. ૮૦ એમજી- ૪ એમએલ, ૨૦૦ એમજી- ૧૦ એમએલ ડીવીએસ ૪૦૦એમજી-૨૦એમએલ એમ ત્રણ પ્રકારનાં ઇન્જેક્શન આપવામાં આવે છે. સિવિલમાં ૨ દર્દી ઓક્સિજન, ૧ બાયપેપ સપોર્ટ પર સિવિલ હોસ્પિટલમાં હાલમાં એક મહિલા અને બે પુરુષ સહિત કુલ ત્રણ કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, એમાં ૨૪ વર્ષીય યુવક અને ૯૬ વર્ષના વૃદ્ધ ઓક્સિજન સપોર્ટ પર, જ્યારે ૬૦ વર્ષીય મહિલા બાયપેપ સપોર્ટ પર છે. છેલ્લા ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી ૩૭ વર્ષીય મહિલા અને ૭૨ વર્ષના પુરુષ દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.

રાજકોટમાં નવા કેસ સામે આવી રહૃાા હોવા છતાં રિકવરી રેટમાં થઈ રહેલો વધારો સંતોષજનક છે. આ દર્શાવે છે કે આરોગ્યતંત્ર કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા અને દર્દીઓને ઝડપથી સાજા કરવામાં સફળ રહૃાું છે. વહેલું નિદાન, યોગ્ય સારવાર અને દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ કોરોનાને હરાવવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. આ પરિસ્થિતિમાં નાગરિકોની પણ મોટી જવાબદારી રહેલી છે. કોરોનાથી બચવા માટે સરકારે આપેલી ગાઇડલાઇનનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં રવિવારે કોરોના પોઝિટિવના વધુ ત્રણ કેસ નોંધાયા છે, જેમાં ૨૬ વર્ષીય મહિલા રેસિડેન્ટ ડોક્ટર, ૩૬ વર્ષીય પુરુષ મેડિકલ ઓફિસર અને ૨૨ વર્ષીય પુરુષ ઈન્ટર્ન ડોક્ટરનો સમાવેશ થાય છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ સાત કેસ નોંધાયા છે, તેમાંથી પાંચ કેસ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સના છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh