Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૧મી ઓગષ્ટ-૨૦૨૫ સુધી યોજાશે વિશેષ રેસ્ક્યુ ડ્રાઈવ
ખંભાળીયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા દ્વારકા જિલ્લાના લોકોને ફેકટરી, હોટલ, લારી-ગલ્લા તથા કારખાના, ઉદ્યોગકારોને દ્વારકા જિલ્લાને બાળમજુર મુક્ત જિલ્લો બનાવવા અપીલ કરી છે. બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અધિનિયમ ૧૯૮૬ની કલમ મૂજબ બાળકો પાસે મજુરી કરાવવી અપરાધ હોય, બાળક પાસે મજુરી બદલ બે વર્ષ કે તેથી વધુ સમય કેદ તથા ૫૦હજારનો દંડ તથા લગત કલમ હેઠળ રૂપિયા એક લાખ દંડ કે પાંચ વર્ષની કેદ બંને થવા પાત્ર તથા બીન જામીનપાત્ર આ ગુન્હો હોય, લોકોને બાળ મજુરીએ નહીં પણ શાળાએ બાળકોને મોકલવા તથા દ્વારકા જિલ્લાના લોકોને કોઈ બાળમજુર ક્યાંય કામ કરતા દેખાય કે સ્ટ્રીટ ચિલ્ડ્રન ધ્યાનમાં આવે તો નજીકના પોલીસસ્ટેશન કે જિલ્લા શ્રમ અધિકારી કે બાળ સુરક્ષા અધિકારી કચેરીનો સંપર્ક સાધવા જણાવાયુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાઈલ્ડ લેબર એસોસિએશન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય, તાલુકા તથા શહેર કક્ષાએ હોટલ, ઔદ્યોગિક અકમો, ઈંટોના ભઠ્ઠા, ખેતી, પશુપાલન, ખાણ, રેસ્ટોરેન્ટ કે વિવિધ એકમોમાં જોખમી કે બિનજોખમી કોઈપણ કાર્યોમાં જો કોઈ બાળકો તે કામ પર રાખવામાં આવતા હોય તો તેના રેસ્ક્યુ કરવા તથા તેમનું પુનઃ સ્થાપન કરવા તા. ૩૧-૮-૨૫ સુધી ખાસ ડ્રાઈવનું આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial