Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તથા ખંભાળિયામાં પણ આત્મહત્યાના બે બનાવઃ
જામનગર તા. ૯: જામજોધપુરના રબારીકા ગામમાં રહેતા એક યુવાનના પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને માતાને પક્ષઘાત થયો હતો. માતા-પિતાની બીમારીથી વ્યથિત આ યુવાને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. જામજોધપુરમાં એક વૃદ્ધાએ બીમારીથી કંટાળી ઝેરી ટીકડા ગળી લીધા છે. ખંભાળિયામાં એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં રહેતા હાર્દિકભાઈ દિનેશભાઈ સીતાપરા નામના વીસ વર્ષના કોળી યુવાને ગઈકાલે બપોરે રબારીકા ગામના વાડી વિસ્તારમાં આવેલા સવદાસ નારણભાઈ નામના ખેડૂતના ખેતર સ્થિત કૂવામાં ઝંપલાવી લીધુ હતું.
આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા દિનેશભાઈ રામજીભાઈ સીતાપરાનું પોલીસે નિવેદન લીધુ છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલાં દિનેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તે પછી હાર્દિકભાઈના માતાને પેરાલિસીસનો એટેક આવ્યો હતો. માતા તથા પિતા આવી રીતે બીમાર પડતા છેલ્લા પંદરેક દિવસથી ચિંતા અનુભવતા હાર્દિકભાઈએ ગઈકાલે કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામજોધપુર શહેરમાં આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતા રસીલાબેન ગોવિંદભાઈ સિણોજીયા નામના ૬૯ વર્ષના વૃદ્ધા છેલ્લા ચારેક દિવસથી બીમાર હતા. અગાઉ પણ પેશાબની તકલીફના કારણે બીમાર રહેતા રસીલાબેન કંટાળી ગયા હતા. તેઓએ પોતાના ઘરે કોઈ ઝેરી ટીકડા ગળી લેતા તેઓનું મૃત્યુ નીપજ્યાનું પુત્ર રોમલભાઈ ગોવિંદભાઈ સિણોજીયાએ પોલીસમાં જાહેર કર્યું છે.
ખંભાળિયા શહેરમાં આવેલી ગુર્જર સુથાર વાડી પાસે રહેતા સફાઈ કામદાર દીપકભાઈ રામજીભાઈ ગોહિલ નામના પ્રૌઢના પુત્ર રાકેશભાઈ (ઉ.વ.ર૮)એ શુક્રવારે રાત્રે પોતાના ઘરે કોઈ અમ્ગ કારણથી દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. દીપકભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial