Advertisement
Author: નોબત સમાચાર

ગાયનું દૂધ, ગૌમુત્ર અને ગાયનું છાણ માનવજીવન માટે મૂલ્યવાનઃ દેવવ્રતજી

યાત્રાધામ દ્વારકામાં પ્રાકૃતિક કૃષિકારો અને ગૌશાળાના સંચાલકોને રાજયપાલે આપ્યુ માર્ગદર્શન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ દ્વારકામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ગૌશાળાના સંચાલકોને માર્ગદર્શન આપ્યુ હતું, અને કહ્યું હતું કે, ગાય સમગ્ર વિશ્વની માતા છે. ગૌમાતાની સેવા કરવીએ સૌથી મોટું પુણ્યનું કાર્ય છે. ગાયનું છાણ અને ગૌમૂત્ર ગાયના દૂધ કરતાં પણ વધારે મૂલ્યવાન છે, ગાયના દૂધમાં અનેરી મમતા અને સ્નેહ રહેલો હોય છે, જે બીજા પ્રાણી કરતાં ઘણો વિશેષ હોય છે, ગાયનું દૂધ માનવ શરીર સૌષ્ઠવ અને રોગ પ્રતિકાર માટે સર્વોત્તમ છે, તેવું વૈજ્ઞાનિકોનું પણ માનવું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોકમાં દ્વારકા ગૌશાળામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ગૌશાળાના સંચાલકોને સંબોધન કરતાં પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહૃાું કે, ભારતની ભૂમિ ઋષિ અને કૃષિની ભૂમિ રહી છે. વેદો, પુરાણો સહિતના શાસ્ત્રોમાં સૌ પશુ પક્ષીઓમાં ગૌ માતાને સૌથી વધારે સન્માન આપવામાં આવ્યું છે. ગૌ માતા પોતાના સમગ્ર જીવનકાલ સુધી પોતાનું દૂધ આપી સેવા કરે છે.

રાજ્યપાલે ઉમેર્યું હતું કે, ગૌ માતાનું દૂધ તમામ કરતાં સર્વોત્તમ છે એનું મુખ્ય કારણ એના દૂધમાં પોતાના બાળકો માટે જે આપણાપણું હોય છે તે જોવા મળે છે. આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના વિકાસ થકી દરેક ક્ષેત્રે ક્રાંતિ આવી છે. જેના પરિણામે આપણે ગૌ માતાની ઉપયોગિતા અને તેના સર્વોત્તમ ગુણોથી અપરિચિત થયા છીએ.

તેમણે કહૃાું હતું કે, વેદોમાં કહેવાયું છે કે, હે માનવ જો તારે તારા ઘર, સમાજ અને રાષ્ટ્રને ઉન્નત અને સર્વોત્તમ બનાવવું હોય તો તેનો માત્ર એક જ ઉપાય છે ગૌ માતાનું સંરક્ષણ. આજના ઝડપી સમયમાં જ્યારે રોગો તથા બીમારીઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગૌ માતાનું દૂધએ તમામ રોગોથી બચવા માટે શ્રેષ્ઠ છે તેમ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકૃત કર્યું છે.

ધરતીને આપણે આપણી માતા માનીએ છીએ તેવું કહી રાજ્યપાલે જણાવ્યું હતું કે, આપણે જ તેનો વિનાશ કરી રહૃાા છીએ. ડીએપી, યુરિયા જેવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધુંધ વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રકૃતિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક કૃષિ ધીમું ઝેર છે. જેના પરિણામે આબોહવામાં પરિવર્તન થઈ રહૃાું છે. જળવાયુ ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક કૃષિ કરી રહી છે. આ વિષચક્રમાંથી મુક્ત થવું હશે તો પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું પુણ્ય કાર્ય કરવું પડશે. પ્રાકૃતિક કૃષિમાં  ઉપયોગમાં લેવાતા ગૌમૂત્ર અને ગોબર પણ ગૌ માતા જ આપે છે જે ગૌ માતાના દૂધ કરતા પણ વધારે મૂલ્યવાન છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધરતીપુત્રો રાસાયણિક કૃષિ ત્યજી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે *રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન* બનાવી પ્રાકૃતિક કૃષિ અભિયાનને નવી દિશા આપી છે, જેના માટે રાજ્યપાલે વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ધરતીપુત્રો જો ગૌ માતાનું સંરક્ષણ અને સંવર્ધન કરે તેનું પાલન પોષણ કરે તો ગૌ માતા તેમની આર્થિક ઉન્નતિમાં યોગદાન આપી ધરતીપુત્રોને આત્મનિર્ભર બનાવી શકે છે, તેવું પણ ઉમેર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવો દ્વારા મોમેન્ટો અર્પણ કરીને રાજ્યપાલનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ગિરીશભાઈ શાહે સંસ્થા પરિચય આપીને ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ ગૌસેવાને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની રૂૂપરેખા આપી હતી. રાજ્યપાલે દાતા તેમજ ગૌસેવકોનું સન્માન કર્યું હતું. સંસ્થાના અગ્રણી રામજીભાઈ મજીઠીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગૌશાળાની મુલાકાત લઈ રાજ્યપાલે ગૌશાળાના ટ્રસ્ટીઓ અને ગૌસેવકો સાથે બેઠક કરીને ગૌ સંવર્ધન અને ગૌશાળા સંચાલન માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર સહિત અધિકારીઓ, ગૌશાળામાં ટ્રસ્ટ્રીઓ તેમજ ધરતીપુત્રો ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh