Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા
જામનગર તા. ૯: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસ ના માર્ગદર્શન હેઠળ હાઇવે પર ભારે માલસામાન લઇ જતા ટ્રકો દ્વારા વીજ લાઇનોને અડી જતી ઘટનાઓને લીધે સર્જાતા અકસ્માતોની ઘટનાઓને ધ્યાનમાં લઇ એક અનોખું સલામતી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ પીજીવીસીએલ ના કર્મચારીઓએ હાઇવે પર આવેલા ઢાબાઓની મુલાકાત લીધી હતી, અને ગીત-સંગીતના રસપ્રદ માધ્યમથી સેફ્ટી બાબા ઓન હાઈવે ઢાબા નામની મુહિમ અંતર્ગત લોકોમાં વીજ અકસ્માત અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ વિખ્યાત અનોખી પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં વીજલાઇનોના નજીકથી વધુ ઊંચાઇના વાહનો ચલાવવાના જોખમ અંગે સમજ આપી, અકસ્માત અટકાવવા માટે જરૂરી પગલાં અંગે માહિતી આ૫ી છે. પીજીવીસીએલ ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ દરમિયાન વીજલાઇનની ઊંચાઇ, માર્ગ સલામતીના નિયમો અને અચાનક થતાં વીજ અકસ્માતમાં બચવા માટેના ઉપાયો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ જાગૃતિ અભિયાનથી હાઇવે પર સલામત યાત્રા અને વીજલાઇન સંબંધિત દુર્ઘટનાઓ ઘટાડવા માટે જનજાગૃતિમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial