Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયામાં તારીખ ૧૧ જૂને
ખંભાળિયા તા. ૯: ભાટિયામાં પૂ. કનકેશ્વરી દેવીજી તા. ૧૧ મી જૂને ભાટિયાની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ ભાટિયાના શાંતિવન સ્મશાનગૃહ, જય મુરલીધર ગૌશાળા તેમજ કાનાણી હોલ સહિતની મુલાકાત લેશે.
ભાટિયાના સ્મશાનમાં સ્વ. લીલાધર ભોગાયતા પરિવાર (હસ્તેઃ હિતેષભાઈ ભોગાયતા) દ્વારા રિનોવેશન થયેલ હોલ તેમજ ગો.વા. શાંતાબેન નાનજીભાઈ દત્તાણી (હસ્તેઃ રસીલાબેન નટવરલાલ દત્તાણી) પરિવાર દ્વારા બંધાવી આપેલ અસ્થીરૂમનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્કેબલ કંપની (હસ્તેઃ મોટાભાઈ તથા વજુભાઈ પાબારી) દ્વારા નવી બ્લોઅર ભઠ્ઠીનું ખાતમુહૂર્ત થશે.
ભાટિયાની જય મુરલીધર ગૌશાળા તેમજ દૂધેશ્વર મહાદેવ મંદિર સંચાલિત જગ્યામાં સ્વ. દામોદરદાસ મથુરાદાસ કાનાણી તથા ગં.સ્વ. જ્યોત્સનાબેન દામોદર કાનાણી પરિવાર (હસ્તેઃ નિલેશભાઈ કાનાણી) દ્વારા બંધાવી આપેલ મહિલા સત્સંગ હોલ (કાનાણી હોલ) માં મંડળના બહેનોને પૂ. કનકેશ્વરી દેવી આશીર્વચન પાઠવશે. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, દ્વારકાદાસભાઈ રાયચુરા, દ્વારકાના ઈશ્વરભાઈ ઝાખરિયા વગેરે ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial