Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં પરંપરાગત વેષભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગગનભેદી જયઘોષ સાથે જનમેદનીએ કર્યું સ્વાગતઃ
ખંભાળિયા તા. ર૭ઃ ઓખામાં નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરી દ્વારકામાં આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાગણીસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ દ્વારકામાં હેલિપેડથી મોટર માર્ગે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા જવા નીકળેલા વડાપ્રધાનનું માર્ગમાં ઠેર ઠેર નાગરિકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ઓખા મંડળ વિસ્તારની આગવી ઓળખ જોવા મળે એ રીતે પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે આવેલા ગ્રામીણો ઉપરાંત નગરજનો કાફલાના માર્ગમાં ગોઠવાઈ ગયા હતાં. કેટલીક મહિલાઓએ તો રીતરસનો રાસગરબા શરૃ કરી દીધા હતાં. કૃષ્ણભક્તિના સુગમ સંગીત, ઢોલ અને શરણાઈઓ સાથે ગોઠવાયેલા આ જનસમૂહ વડાપ્રધાનશ્રીને નીહાળવા માટે આતૂર હતાં. મોટર માર્ગ ઉપર વિવિધ સ્થળોએ ઊભા કરવામાં આવેલા સ્ટેજ પરથી કલાકારોએ રંગરંગ તેમજ ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અભિવાદન ઝીલતી વેળાએ જનસમૂહએ હર્ષનાદ કરી વડાપ્રધાનનું દ્વારકા નગરીમાં સ્વાગત કર્યું હતું. મોટર માર્ગ જય દ્વારકાધીશના ગગનભેદી નાદ્ સાથે ગૂંજી ઊઠ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના મંદિરે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા જગતમંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાને દ્વારકાની મુલાકાત સમયે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીએ શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પાદૂકા પૂજન કરાવ્યું હતું. વડાપ્રધાને શારદાપીઠની મુલાકાત પણ લીધી હતી. વડાપ્રધાને શારદા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. શારદાપીઠમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પછી તેઓ પવિત્ર ગોમતી નદીના ઘાટે પહોંચ્યા હતાં અને ત્યાં તેમણે સુદામા સેતુની પણ મુલાકાત લીધી હતી. વડાપ્રધાને મંદિરમાં દર્શનાર્થીઓ-શ્રદ્ધાળુઓનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, જિલ્લા પંચાયતના નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, લુણાભા સુમણિયા, જે.કે. હાથિયા, વનરાજભા માણેક, સંજયભાઈ નકુમ, પ્રતાપભાઈ પિંડારિયા, રાજુભાઈ સરસિયા, કરશનભાઈ જોડ, ધીરૃભાઈ, મેઘજીભાઈ પિપરોતર સહિતના મહાનુભાવોએ તેઓને આવકાર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial