Advertisement
Author: નોબત સમાચાર

હરસ, મસા, ભગંદર રોગ માટે ચિકિત્સા કેમ્પ

સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા

જામનગર તા. ર૭ઃ જામનગરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલ દ્વારા તા. ૩-૩-ર૪ ના સવારે ૧૦.૧પ વાગ્યાથી મંડળના કિલનિકમાં પાંચમાં માળે, કે.ડી. કોમ્પ્લેક્ષ, શ્રીનાથ ટ્રાવેલ્સની ઉપર હરસ, મસા, ભગંદર તેમજ મળમાર્ગમાં થતા રોગો અંગે વિનામૂલ્યે ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હરસ, ભસા અને ભગંદર રોગો અતિપીડા આપનાર રોગો છે. આ રોગો ઉત્પન્ન થવાના મુખ્ય કારણો અને આ રોગોને કાબુમાં રાખવા સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર સંબંધિ ઉપયોગી માહિતીની જાણકારી અને માર્ગદર્શન પણ આ કેમ્પમાં આપવામાં આવશે. જે રોગીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને સમયસર ગુરૃવારે સાંજે કાર્યાલયમાં હાજર રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે સાંઈ માહેશ્વરી ચિકિત્સા સેવા મંડલના સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો.૯૪ર૭પ ૭૪૪૪૧)નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh