Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખા-બેટનો સુદર્શન સેતુ ખુલ્લો મૂકાયો છતાં
ખંભાળીયા તા. ર૭ઃ ઓખા-બેટને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ પછી પણ બેટ દ્વારકામાં પ્રવાસીઓને પાર્કિંગનો મોટો પ્રશ્ન છે.
દ્વારકા જતાં લોકો પૈકી ૩૦/૩પ ટકા ભાવિકો બેટ દ્વારકાની મુલાકાત લેતા હોય ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિગ્નેચર બ્રીજના નામ પછી નામકરણ થયેલ સુદર્શન સેતુને ખુલ્લો મુકતા બેટ દ્વારકામાં વાહન ચાલકોનો પ્રવાહ વધી જશે ત્યારે પાર્કિંગનો ગંભીર પ્રશ્ન અહીં છે.
બેટ દ્વારકાની નજીક વિશાળ પાર્કિંગ રાખવું પડે તેમ છે કેમ કે સુદર્શન સેતુ તૈયાર થઈ ચાલુ થતાં રોજ દ્વારકામાં ૧૬ થી ૧૮ હજાર ભાવિકો આવે છે તેમાંથી ૭૦ ટકા ઉપરાંત હવે બેટ દ્વારકા જશે. બોટમાં જવું કતારોમાં ઉભવું પરત જવા માટે બોટની રાહ જોવી, પવન ફુંકાતો હોય તો કલાકો સુધી બોટ બંધ જેવી સમસ્યાઓ બંધ થઈ ગઈ પણ બેટ દ્વારકામાં વાહનો મોટાભાગના ટુવ્હીલર કે થ્રી વ્હીલર છે કેમ કે ઓખાથી અહીં કાર લાવવી હોય તો સ્પેશ્યલ મોટી બોટમાં ક્રેઈનથી લાવવી પડે હવે રોડ થઈ ગયો છે !!
તે ઉપરાંત બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ઉપરાંત બીજુ મોટું આકર્ષણ હનુમાન દાંડી મંદિર તથા ૮૪ ધૂણા છે જે મંદિરથી છએક કિમી દૂર આવેલું છે. જ્યાં મંદિર પાસેથી જવા માટે સીંગલ પટ્ટી રોડ છે જ્યાં બે રિક્ષા સામે આવે તો પણ હાલ બન્ને એક તરફ અટકી જાય ત્યારે નીકળે છે ત્યારે રોજની ઢગલાબંધ મોટરકારથી મોટો પ્રશ્ન ટ્રાફિક જામનો થશે તો બસ તો અમુક જગ્યાએ જઈ શકે નહીં તેવી સ્થિતિ છે ત્યારે બેટ દ્વારકામાં રસ્તા વિશાળ થાય તેમ પણ નથી કેમકે સાંકડા રસ્તાની બન્ને બાજુ મકાનો આવેલા છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવતે પણ રિક્ષા છકડામાં સવારી કરેલી
વર્ષો પહેલા દ્વારકા દર્શન કરવા આવેલા ભારતના ઉચ્ચ રાષ્ટ્રપતિ ભૈરવસિંહ શેખાવત બેટ દર્શને આવેલા ત્યારે તેમને કોઈએ હનુમાન દાંડી તથા ૮૪ ધૂણાની વાત કરતા તેમણે તાકીદે ત્યાં જવા ઈચ્છા દર્શાવતા કાર કે મોટું વાહન ત્યારે ઉપલબ્ધ ના હોય વ્યવસ્થામાં રહેલા પોસઈ એચ.પી. દોશીએ તુરત જ રિક્ષા છકડાની વ્યવસ્થા જ ઉપલબ્ધ હોય રિક્ષા છકડાની વ્યવસ્થા કરતા ઉપરાષ્ટ્રપતિ ભૈરવસિંહ રિક્ષા છકડામાં બેટથી હનુમાન દાંડી પહોંચ્યા હતાં જેના ફોટા ખૂબ જ વાયરલ તે સમયે થયા હતાં.
બેટ દ્વારકામાં મુખ્ય મંદિર ઉપરાંત અનેક જ્ઞાતિઓના બાળમોવાળા ઉતારવવાનું સ્થળ હોય, કીરમાણી પીર, શીખના પંજપ્યારે ધર્મગુરૃનું સ્થળ, પુષ્કર્ણા બ્રાહ્મણના ઈસ્ટદેવ કેશવ રાયજી મંદિર, હનુમાન દાંડીમાં રામધૂન માટે આવતા ભકતો સાથે હવે સુદર્શન સેતુ બનતા હનુમાન દાંડીના પ્રવાસીઓ પણ ખૂબ જ વધશે ત્યારે વ્યવસ્થિત આયોજન, ટ્રાફિક પાર્કિંગ, રસ્તાઓ માટે સુવિધાઓ વિસ્તારવી અત્યંત જરૃરી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial