Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલ-હમાસ વચ્ચે સોમવાર સુધીમાં યુદ્ધવિરામ

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને આશા

વોશિંગ્ટન તા. ર૭ઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને એવી આશા વ્યક્ત કરી છે કે સોમવાર સુધીમાં ઈઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ થઈ જશે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ વિરામની નજીક છે અને મારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ મને આપેલી જાણકારી પ્રમાણે આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે.

જો કે, હજી કેટલાક મુદ્દા પર વાતચીત ચાલી રહી હોવાથી આખરી નિર્ણય લેવાનો બાકી છે. એક દિવસ પહેલા જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું હતું કે, ઈઝરાયેલ-અમેરિકા અને ઈજિપ્ત તેમજ કતારના પ્રતિનિધિઓએ પેરિસમાં મુલાકાત કરી છે. આ દરમિયાન હમાસે બંધક બનાવેલા લોકોની મુક્તિના બદલામાં કામચલાઉ ધોરણે યુદ્ધ વિરામ માટે તમામ પક્ષો સંમત થયા છે. મોસાદના ડાયરેક્ટર ડેવિડ બાર્નિયા સહિતના ઈઝરાયેલના પ્રતિનિધિ મંડળના સભ્યોએ અમેરિકન જાસૂસી સંસ્થા સીઆઈએના ડાયરેક્ટર બિલ બર્ન્સ તેમજ ઈજિપ્ત અને કતારના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી.

એવું કહેવાય છે કે, ઈઝરાયેલ અને હમાસના પ્રતિનિધિઓ એકબીજા સાથે સીધી વાત નથી કરતા અને કતર તેમજ ઈજિપ્ત તેમના વતી મધ્યસ્થીની કામગીરી કરે છે. પેરિસમાં થયેલી મુલાકાત પછી હમાસને આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે સાત ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલમાં ઘૂસીને કરેલા આતંકી હુમલામાં ૧ર૦૦ જેટલા લોકોના મોત થયા પછી ઈઝરાયેલે હમાસ સાથે જંગ છેડ્યો હતો અને હજી પણ આ જંગ ચાલુ છે. જેમાં હજારો નિર્દોષ નાગરિકોના મોત થયા છે. ગાઝાના ૮પ ટકા લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh