Advertisement
Author: નોબત સમાચાર

ચતુર્થ અખિલ ગુજરાત નેત્રહિન ચેસ ટુર્નામેન્ટઃ રાજ્યના ૭૮ નેત્રહિનો સહભાગી

'અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર દ્વારા આયોજીત'

અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર જામનગર દ્વારા 'શ્રી જયરામભાઈ રામદયાલ મોહનિયા ચતુર્થ અખિલ ગુજરાત નેત્રહિન ચેસ ટુર્નામેન્ટ' તા. ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ ના યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના પ્રમુખ ચંદુલાલ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. પ્રકાશભાઈ મંકોડી તથા માનદ્મંત્રી મનિષભાઈ મારૃ અને સ્પર્ધાના પ્રણેતા જયરામભાઈ મોહનિયાની સુપુત્રીઓ મૃગાક્ષીબેન અને શ્વેતાબેન ઉપસ્થિત રહ્યા હતાં. સ્પર્ધામાં ચીફ આર્બીટર તરીકે પંકજભાઈ ગણાત્રા અને સહયોગી આર્બીટર તરીકે નિશાંતભાઈ સોમૈયાએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી ૭૮ નેત્રહિન ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જુનિયર ગ્રુપમાં પરમાર જયેશ વિસાવદર, કાગડા જયરાજ જૂનાગઢ અને હિરપરા જયમિન અમદાવાદ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થયા હતાં, જ્યારે સિનિયર ગ્રુપમાં ગોહિલ રોનક પોરબંદર, ભોરણિયા રમેશ રાજકોટ, હેનીશ રાજ સુરત, અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા રહ્યા હતાં. રમેશભાઈ રૃપારેલ તરફથી જુનિયર વિભાગના ત્રણ વિજેતાને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને દરેક ર્સ્પધકને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતાં. સ્પર્ધાની પૂર્વસંધ્યાએ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના પપ મા વાર્ષિક મહોત્સવ પ્રસંગે યોજાયેલા સમારંભમાં સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વસ્તાભાઈ કેશવાલા, પ્લબટેક ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના રાજેન્દ્રભાઈ ગઢિયા, દિલ્હી પબ્લિક સ્કૂલના આચાર્ય સંજયકુમાર વર્મા તથા બાલકૃષ્ણ વિદ્યાલયના આચાર્ય પરેશભાઈ પાગડાર સહિત અન્ય શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh