Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭ઃ બેટ દ્વારકામાં સુદર્શન સેતુનું વડા પ્રધાને લોકાર્પણ કર્યા પછી મુસાફરોની સુવિધા માટે એસ.ટી. ની બસો શરૃ કરવામાં આવી છે. ત્રણેક દિવસ પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકામાં સુદર્શન બ્રીજનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું હતું. હવે બેટમાં દર્શન કરવા જવા માટે યાત્રિકોને વધુ સરળતા રહેશે. બીજી તરફ બેટ દ્વારકા માટે એસ.ટી. બસનો રૃટ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં અમરેલી-બેટ દ્વારકા રૃટ શરૃ કરાયા છે જે બસ સવારે પ વાગ્યે અમરેલીથી રવાના થઈ જામનગર,ખંભાળીયા, દ્વારકા થઈને બેટ દ્વારકા જશે. આ બસ બપોરે ૩-૩૦ કલાકે બેટ દ્વારકાની અમરેલી જવા પરત ફરશે. તેવી જ રીેત માણસા-બેટ દ્વારકાની એસ.ટી. બસ પણ શરૃ કરવામાં આવી છે. જે સાંજે પ-૩૦ કલાકે માણસાથી રવાના થઈ સવારે પઃપ૦ કલાકે બેટ દ્વારકા પહોંચશે તથા બપોરે ર-પ૦ કલાકે માણસા જવા માટે બસ રવાના થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial